- માલેતુજાર શ્રેષ્ઠીઅોને નાના મોટા ગુન્હામાં સકંજામાં લઇને અત્યંત ખરાબ રીતે હેરાન કરવાની તેમની વિચીત્ર પ્રકારની માનસિકતા
- ઝાલા બાપુને પીઍસઆઇ વનાર પ્રત્યે સોફટ કોર્નર કેમ છે?
- વનારે ક્રિકેટ ટુર્નામેન્ટ રમતાં છોકરાઅોને પકડ્યા પણ મેદાન ભાડે આપનારા જમીન માલિકો સામે શા માટે ગુનો નહીં નોંધ્યો?
- વનારે રવિવારે છોકરાઅો છોડાવવા ગયેલા જૈન શ્રેષ્ઠીઅોને અત્યંત ખરાબ રીતે અપમાનીત કર્યા હતા
ભિલાડ પીઍસઆઇ વનાર બાબતે દક્ષિણ ગુજરાત વર્તમાને થોડાક સાહો પહેલાં તેમની ઉઘાડી લૂંટફાંટ બાબતે ઍક ફ્રન્ટ પેજ લીડ સ્ટોરી પ્રસિધ્ધ કરી હતી. ત્યારે વાત હતી ઍકાદ બે બોટલ દારૂ લઇ જતાં માલેતુજારોને રંજાડવાની. મુદ્દો દારૂનો હતો. ઍટલે કદાચ ઍવું બને કે, પીઍસઆઇ વનારે તેમની ફરજનાં ભાગરૂપે કહેવાતી કાયદેસરની કાર્યવાહીઅો કરી. પણ તે સમયેપણ મુદ્દો ઍ હતો કે સામાન્ય માણસો અને ખાસ કરીને થોડાંક પ્રતિષ્ઠીત અને માલેતુજાર લોકોને હેરાન પરેશાન કરવાની કે તેમને નાના મોટા ગુનાઅોમાં સકંજામાં લઇને ભયંકર રીતે રંઝાડવાની વિચીત્ર પ્રકારની માનસિકતા ધરાવનારા અધિકારી છે. ગત રવિવારે પીઍસઆઇ વનારે ક્રિકેટ રમતાં બાળકોને કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સનાં ભંગના મુદ્દે કાર્યવાહી કરી. તે કાર્યવાહી કંઇ ઍમને ઍમ નહીં હતી. વનારના ખબરીઍ વનારને ટીપ આપી હતી કે, પૈસાવાળા જૈન લોકોનાં છોકરાઅો ક્રિકેટ રમતાં છે પકડી લાવો, મઝા પડી જશે. વારુ, ક્રિકેટની ટુર્નામેન્ટ માટે મેદાન આપનારા જમીન માલિક સામે શ્રીમાન સામે પીઍસઆઇ વનારે શા માટે ગુનો નહીં નોîધ્યો? જમીન માલિકે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો પાસે પોલીસ પરવાનગીનાં કાગળપત્ર માંગ્યા ન હતા? લગન્ પ્રસંગમાં તો પોલીસ વાડીના સંચાલકો સામે કે ડીજે અને રસોઇયાઅો સંચાલકો સામે પણ ગુનો નોîધે છે. તો અહીં મેદાન ભાડે આપનારા જમીન માલિકો સામે શા માટે ગુનો નહીં નોîધાયો? વનારને રજૂઆત કરવા જનારા અનેક સજ્જન માણસો સાથે વનારે અત્યંત બેહુદુ વર્તન કયુ* હતું. અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું તો પીઍસઆઇ વનાર મહાશયને ઍ વાતની જાણ નહીં હોય કે ઉમરગામ તાલુકામાં તો લગભગ દરેક ઘરે કોઇને કોઇ કાયદાની ચોપડી ભણેલો હોય જ છે. પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલા સાહેબ ઍકંદરે વ્યવસ્થિત છાપ ધરાવતાં ઉમદા અધિકારી હોવાનું કહેવાય છે. તેમનો ભિલાડ પીઍસઆઇ વનાર સામેનો સોફટ કોર્નર સમજી શકાય તેમ નથી. વનારને ક્રિકેટ રમતાં છોકરાઅોની માહિતી પહોîચી ગઇ તો તેમનાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતાં કેમિકલ, લાકડાં, ભંગાર, રેતી-કપચીની અોવરલોડ ગાડીઅોના ગોરધંધાઅોની જાણકારી નથી? શું તેમને આવી બધી માહિતીઅો મળતી નથી? પીઍસઆઇ વનારને માત્રને માત્ર સજ્જન શ્રેષ્ઠીઅોને નાના મોટા કાયદા ભંગનાં પ્રકરણોમાં સકંજામાં લેવા સિવાય બીજી કોઇ બાબતોમાં દિલચશ્પી હોય તેવું દેખાતું નથી. વિગતો ઍવી છે કે, પીઍસઆઇ વનારથી અપમાનીત થયેલા જૈન શ્રેષ્ઠીઅો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સુધી પીઍસઆઇ વનારની વિચીત્ર કામગીરી મુદ્દે ઍક ડેલીગેશન લઇને મળવા જઇ રહ્ના છે. હવે આ મુદ્દે ડોક્ટર સાહેબે સમજવું રહ્નાં.