પાલિતાણા જૈન સંઘના અગ્રણી અને આણંદજી કલ્યાણજી પેઢીનાં પ્રાદેશીક પ્રતિનિધિ ભાવેશભાઇ શેઠ, હિતેશભાઇ સુખડીયા, અજયભાઇ શેઠ, જીયુડીસીના ઇન્ડપેન્ડન્ટ ડાયરેક્ટર હાર્દિક શાહ અને અનિલ શાહ (વાંસદા)ની મહેનત રંગ લાવી
જૈનોના અતિ પ્રવિત્ર તીર્થધામ શ્રી શંત્રુજય મહાતીર્થમાં શ્રી આદેશ્વર ભગવાનની પૂજા-સેવા માટે પાલિતણા જૈન સંઘના આગેવાનો અને અનિલ શાહ (વાંસદા) તથા જીયુડીસીના ઇંડિપેંડેન્ટ ડાયરેક્ટર હાર્દિક શાહ દ્વારા સરકારને રજૂઆત કરતા સરકાર તરફથી કોવિડ-૧૯ અંતર્ગત તેના નિયમોના પાલન સાથે સેવા-પૂજાની મંજૂરી મળતા જૈન સમાજમાં ખુશીની લહેર ફરી વળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ-૨૦૨૦માં લોકડાઉન સાથે જ તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવાયા હતા જે અંતર્ગત શંત્રુજય તીર્થના મૂળ નાયક સહિતની પૂજા-સેવા-દર્શન બંધ કરાયા હતા. પરંતુ હવે બધુ પૂર્વવત થઇ જતાં ભારતભરના જૈન-અજૈન તમામ મંદિરો પૂજા શરુ થઇ ગયા હતા અને પૂજા-સેવા શરૂ થઇ હતી.

પરંતુ પાલીતણા-શંખેશ્વર સહિતના તીર્થના વહીવટ કર્તાઓએ સરકારની ગાઇડલાઇન હોય પૂજા-સેવા શરૂ કરી ન હતી. આ બાબતે આજે શ્રી પાલીતાણા સમસ્ત જૈન સંઘના અગ્રણી અને આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ ભાવેશભાઇ શેઠ, અગ્રણી હિતેશભાઇ સુખડીયા, અજયભાઇ શેઠ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટરને એક આવેદન આપી સેવા-પૂજાની મંજૂરી માંગી હતી. સાથે જી.યુ ડી સી.ના ડાયરેકટર શ્રી હાર્દિક શાહ તથા જૈન અગ્રણી અનિલ શાહ (વાંસદા) દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. જણાવ્યું હતું કે, ભારતભરના જૈન-અજૈન મંદિરોમાં ખુલી ગયા છે. હિન્દૂ મંદિરો, દેવસ્થાનો, મસ્જિદો અને ગુરુદ્વારા ખુલી ગયા છે.

પૂજા-અર્ચના શરૂ થઇ ચુકી છે. શંત્રુજય તીર્થમાં દાદાનો દરબાર ૩૫૦૦ પગથિયા ચઢવા પડે છે. કોરોનાનો દર્દી આ ચઢાણ ચઢી શકે નહીં. સંક્રમણની શકયતા નથી તેવા સંજાગમાં પૂજા-સેવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી. આ વિનંતીને રાજયના જૈન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હકારાત્મ અભિગમની સાથે જ આજે અગ્રણીઓ ભાવનગર જિલ્લા કલેકટરને મળતા તેમણે તેમના પત્રક્રમાંક ડી.એમ.-1/525/પરવાનગી/ પાલીતણા/૨૦૨૧ તા. 22/01/2021 થી સરકારશ્રીના પરિપત્ર 09/10/2020, તા. 14/10/2020, તા. 27/10/2020 થી સ્પષ્ટિકરણ કરવામાં આવેલ છે.

પૂજા-અર્ચના શરૂ થઇ ચુકી છે. શંત્રુજય તીર્થમાં દાદાનો દરબાર ૩૫૦૦ પગથિયા ચઢવા પડે છે. કોરોનાનો દર્દી આ ચઢાણ ચઢી શકે નહીં. સંક્રમણની શકયતા નથી તેવા સંજાગમાં પૂજા-સેવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી. આ વિનંતીને રાજયના જૈન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હકારાત્મ અભિગમની સાથે જ આજે અગ્રણીઓ ભાવનગર જિલ્લા કલેકટરને મળતા તેમણે તેમના પત્રક્રમાંક ડી.એમ.-1/525/પરવાનગી/ પાલીતણા/૨૦૨૧ તા. 22/01/2021 થી સરકારશ્રીના પરિપત્ર 09/10/2020, તા. 14/10/2020, તા. 27/10/2020 થી સ્પષ્ટિકરણ કરવામાં આવેલ છે. સરકારશ્રી માર્ગદશિકા પ્રમાણે સૂચનાનું પાલન કરવાની શરતે સેવા-પૂજા શરુ કરવામાં આવે તો કોઈ હરકત જેવું નથી તેમ જણાવતા અગ્રણીઓએ તેમનો આભાર માન્યો હતો. આણંદજી કલ્યાણજીની પેઢી ચોક્કસ શરતો સાથે જલ્દી પૂજા સેવા શરૂ કરે તે જરૂરી છે. ભારતભરના જૈન સંઘોએ પૂજા-સેવા શરુ કરવાની વિનંતીનો સ્વીકાર કરનારા ગુજરાતના જૈન મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીજી અને ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગભાઈ મકવાણાનો આભાર માન્યો હતો.