અરવલ્લી જિલ્લાના મોડાસાના બાજકોટ ખાતે આવેલા સુપ્રસિદ્ધ દેવરાજધામના ગાદીપતિ ધનગિરી મહારાજની પુષ્પતુલા કાર્યક્રમ ખલીકપુર ગામે આયોજિત કરાયો હતો. ફુલબાઈ માતાજીના મંદિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગરબા મોત્સવનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ગાયક વિક્રમ ઠાકોર ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને ગરબે ઘૂમાવ્યા હતા.
મોડાસા નજીક આવેલા ખલીકપુર ગામે ફુલબાઈ માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં મુખ્ય ધાર્મિક ગુરૂ તરીકે દેવરાજધામના ગાદીપતિ ધનગિરી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમનો પુષ્પતુલા કરીને વધાવવામાં આવ્યા હતા તો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને પણ ગોળતુલા કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધાર્મિક કાર્યક્રમ નિમિત્તે વિક્રમ ઠાકરે માતાજીના ગરબા ગાઈને ગ્રામજનોને ગરબે ઘૂમાવ્યા હતા, જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પણ ઘરબે ઘૂમ્યા હતા. ફુલબાઈ માતાજી ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય જશુ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખલીકપુર ગામે આયોજિત કરાયેલા કાર્યક્રમને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા, વિક્રમ ઠાકોરના ગરબા કાર્યક્રમને લઇને પોલિસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.