પુટીનની ધમકી, કહ્યું કે યુક્રેન સમાણી લડાઈમાં અમારા માર્ગમાં વિઘ્ન નાખ્યું તો ખેર નહિ અમે તેને કોઈ પણ હાલમાં સહન કરી લેવાશે નહી
યુક્રેન પરના આક્રમણમાં 48 કલાકમાં જ આ દેશનું પતન થઈ જશે તેવા લશ્કરી સંકેતો વચ્ચે પણ જે રીતે યુક્રેન લડત આપી રહ્યું છે તે જોતા હવે આ દેશ પર કબ્જા માટે અણુશસ્ત્રોનો ઉપયોગ કરવાની પણ રશિયાએ ધમકી આપતા અમેરિકા સહિતના દેશો ચોંકી ઉઠયા છે.
પુટીન આ પ્રકારનું દૂસાહસ કરે તો વળતો જવાબ આપવાની પણ તૈયારી રાખી છે. રશિયાએ યુક્રેનની સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે પરંતુ અન્ય દેશોને ચેતવણી આપી છે કે જો તેના માર્ગમાં કોઈ વિઘ્ન ઉભુ કરાશે તો તેની પાસે પરમાણુ હથિયાર પર છે તેનો ઉપયોગ કરતા રશિયા ખચકાશે નહી.
રશિયાના નિવેદન સીધુ અમેરિકા માટે છે જો કે તેણે આ દેશનું નામ લીધુ નથી. પરંતુ રશિયાની ધમકીએ અમેરિકા સહિતના દેશો સાવધ થઈ ગયા છે.