રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધીના ગુજરાત પ્રવાસ થાય તે જરૂરી છે અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોએ મળીને આ મામલે ચર્ચા કરી હતી ત્યારે રાહુલ ગાંધીના આગામી ચૂંટણીને જોતા ખૂબ ઓછાટ પ્રવાસ થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રિયંક ગાંધીના પણ પ્રવાસો મહિલાઓની બેઠકોને લઈને થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજૂ સુધી જે રીતે ભાજપ અને આપ પાર્ટીના દિગ્ગજોના પ્રવાસો થઈ રહ્યા છે તે રીતે પ્રવાસો કોંગ્રેસ પાર્ટીમાંથી સુપ્રિમોના નથી થઈ રહ્યા ત્યારે રાહુલ ગાંધીના પ્રવાસ બાદ કોંગ્રેસ લિસ્ટ પણ બહાર પાડી શકે છે. 58 જેટલા નામો હાઈકમાન્ડ મોકલાયા છે ત્યારે ગુજરાત મુલાકાત બાદ રાહુલ ગાંધી તેના પર મહોર મારે તેવી શક્યતાઓ છે.
રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે જુન મહિના બાદ તેમનો ગુજરાત પ્રવાસ યોજાવા જઈ રહ્યો છે ત્યારે 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાત મુલાકત દરમિયાન મહત્વની જાહેરાત રાહુલ ગાંધી કરી શકે છે.
ખાસ કરીને અત્યારે ગુજરાતમાં ગેરન્ટીનો મુદ્દો ચર્ચામાં જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ દ્વારા ખેડૂતોને ફ્રી વીજળીને લઈને તેમજ અન્ય ગેરન્ટીઓ આપવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં મુલાકાતમાં મોટી જાહેરાત લોકોની જરુરીયાતને ધ્યાનમાં રાખીને કરી શકે છે. કેમ કે, ગઈકાલે રાત્રે વિપક્ષ નેતાને ત્યાં મળેલી મોટી બેઠકની અંદર લોકોની જરુરીયાતને ધ્યાનમાં રાખીને નવી જેહારાત થઈ શકે છે.