મોદી સરનેમ મામલે ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવી છે. હવે આ મામલે 4 ઓગસ્ટે સુનાવણી થશે.
‘મોદી સરનેમ’ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. આ કેસમાં સજા પર સ્ટે મૂકવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ પછી હવે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રા સુનાવણી કરી રહ્યા છે. જો કોર્ટ તેમની સજા પર સ્ટે મૂકવાની તેમની અરજી મંજૂર કરશે તો રાહુલ ગાંધીનું સંસદસભ્યત્વ પુનઃસ્થાપિત થશે. કેરળના વાયનાડના સાંસદ રહેલા કોંગ્રેસના નેતાએ ફોજદારી માનહાનિના કેસને કારણે લોકસભાની સભ્યતા ગુમાવી દીધી હતી.