Headlines
Home » રેલવેમાં મુસાફરી કરનાર યાત્રીગણ કૃપયા ધ્યાન આપે, વરસાદને પગલે 12 ટ્રેનો કરાઈ રદ

રેલવેમાં મુસાફરી કરનાર યાત્રીગણ કૃપયા ધ્યાન આપે, વરસાદને પગલે 12 ટ્રેનો કરાઈ રદ

Share this news:

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ફરી ધમધમાટી બોલાવી છે અને ગુજરાતમાં પુનઃ મેઘરાજાએ જોરદાર અને ધમાકેદાર પધરામણી કરી છે. આ ભારે વરસાદના તેની સીધી અસર ટ્રેન સેવા પાર પડ્યો છે અને તેના કારણે 12 ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસી માહોલ જામતા અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ દરમ્યાન મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે લોકોની સુરક્ષાને લઈને NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે આવેલ નર્મદા નદીમાં નવા નીરે તેની ભયજનક સપાટી કુદાવી દેતા વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે કેટલાક સ્થાનો પર રેલ્વેના પાટાને નુકસાન થવાની સંભાવના છે. પશ્ચિમ રેલવેમાં વડોદરા ડિવિઝનમાં ભરૂચ-અંકલેશ્વર સેકશનમાં 502 નંબર બ્રિજ નજીક જળસ્તરમાં વધારો થતા રેલવે વિભાગે તકેદારીના પગલારૂપે ત્યાં આવન-જાવન કરતી ટ્રેનો રદ કરવાના નિર્ણય લીધો. અને તેના કારણે અઠવાડિયાના પહેલા દિવસે નોકરિયાત વર્ગે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે,

ભારે વરસાદને પગલે આજે આટલી ટ્રેનો રદ કરવામાં આવી

રાજ્ય રેલ મંત્રાલયે ભારે વરસાદને પગલે 12 ટ્રેનો કરવામાં આવી હોવાની જાહેરાત કરી. જે મુજબ
ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ,
ટ્રેન નં. 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદેભારત એક્સપ્રેસ,
ટ્રેન નં. 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ,
ટ્રેન નં. 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ,
ટ્રેન નં. 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ,
ટ્રેન નં. 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ,
ટ્રેન નં. 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ,
ટ્રેન નં. 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ,
ટ્રેન નં. 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ,
ટ્રેન નં. 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ,
ટ્રેન નં.12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ અને
ટ્રેન નં. 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ રદ કરવામાં આવી.
Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *