સોફ્ટ પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં વિવાદમાં સપડાયેલા રાજુ કુંન્દ્રાની ધરપકડ કર્યા બાદ મુંબઇ પોલીસે બુધવારે કુંદ્રાની મુંબઇ સ્થિત વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઓફિસ અને બીજા કેટલાંક સ્થળે રેડ કરી હતી. આ સ્થળોએ પોલીસે કેટલાંક કોમ્પ્યુટર્સની હાર્ડ ડિસ્ક અને સર્વરને સીઝ કર્યા હતા. પોલીસને આશંકા છે કે, અહીંથી વી ટ્રાન્સફર દ્વારા પોર્ન વીડિયોને અપલોડ કરાતા હતા.
પોલીસે રેડ દરમિયાન કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હતા. પોલીસે કુંદ્રાના એક આઇફોન અને લેપટોપને જપ્ત કરી તેને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. હવે આ કેસમાં રાજ કુન્દ્રીની પત્ની અને બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પોલીસ દ્વારા પૂછપરછ થઈ શકે છે. પોલીસે તેમના બનેવી પ્રદીપ બકસીની વિરૂદ્ધ પણ ‘લુકઆઉટ’ નોટિસ જારી કરી છે. પોર્ન ફિલ્મ બનાવવા અને ઓનલાઇન એપ દ્વારા પબ્લિશ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા કુંદ્રા હાલ 23 જુલાઇ સુધી મુંબઇ પોલીસની કસ્ટડીમાં છે. મુંબઇ પોલીસના મતે આ કેસમાં બક્સી સહઆરોપી છે.
મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીએ તો ત્યાં સુધી જણાવ્યું હતુ કે, લૉકડાઉનમાં કુંદ્રાના પોર્ન બિઝનેસમાં વધારો થયો હતો. ‘રાજ ભારતમાંથી આ વીડિયો હોટશોટ એપમાં અપલોડ કરી શકે તેમ નહોતો, તેથી જ તે વિદેશી પ્લેટફોર્મ પર We ટ્રાન્સફરની મદદથી કન્ટેન્ટ પૂરું પાડતો હતો. તમામ કન્ટેન્ટ તેની ઓફિસમાં જ બનાવાતા હતા. જે બાદ તેને લંડન બેઝ્ડ કંપની કેનરીન લિમિટેડને મોકલાતા હતા. આ કંપની રાજના જીજાજી પ્રદીપ બક્ષીની છે.
પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ કેસ અંગે કહ્યું હતુ કે, કુંદ્રાએ ‘હોટશોટ’ એપને મેન્ટેન કરવા પ્રતિકેશ અને ઇશ્વર નામના બે કર્મચારીઓને વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પેરોલ પર રાખ્યા હતા. કેનરીન કંપનીના ‘હોટશોટ’ એપને મેનેજ અને મેંઈન્ટેન કરવા ‘વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ એટલે કે રાજની કંપનીને દર મહિને 3-4 લાખ રૂપિયા લેતી હતી. તપાસમાં રાજ કુંદ્રાને એક દિવસમાં અનેકવાર 10 લાખથી વધુની આવક થયાનું પણ બહાર આવ્યું છે. આ વાત કુન્દ્રાના બેન્ક ખાતાની તપાસ બાદ સ્પષ્ટ થઈ ગઈ છે. બેંક ખાતાની અનેક નોંધ પ્રમાણે કુંદ્રાની કંપનીને એક દિવસમાં 50 હજારથી 10 લાખ રૂપિયા સુધીની આવક થતી રહી છે.