અભિનેત્રી રાખી સાવંતની માતા ઘણાં સમયથી કેન્સરની બિમાર સામે ઝઝૂમી રહી હતી. હાલમાં તેનું કેન્સરનું ઓપરેશન સફળ રહ્યું છે. માતાના ઓપરેશન પછી હવે રાખીએ દુનિયાની સામે સલમાન ખાન અને સોહેલ ખાનનો પણ આભાર માન્યો છે. રાખીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં રાખીએ કહ્યું હતુ કે, મંગળવારે સવારે મારી માતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન માતાના શરીરમાંથી એક કેન્સરની ગાંઠને બહાર કાઢવામાં આવી છે. મેં માતાના ગાંઠનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. લાંબા સમયથી રાખી માતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કારણ કે, તે કેન્સરની બિમારીથી પીડાતા હતા. રાખીના કપરા સમયમાં અભિનેતા સલમાન ખાન તેની મદદ આવ્યો હતો. તેણે રાખીની માતાના ઓપરેશનની સંપૂર્ણ વ્યવસ્થા કરાવી હતી. હોસ્પિટલ છોડ્યા બાદ રાખી સાવંતે કેમેરામેન સાથે વાત કરી હતી. આ દરમિયાન તેની આંખો ભીંજાય ગઈ હતી. તેણે રસ્તા ઉપર ઘૂંટણિયે પડીને સલમાન ખાનનો આભાર માન્યો હતો. રાખીએ કેમેરા સમક્ષ વધુમાં જણાવ્યું હતુ કે, આજે મારી માતાને નવી જિંદગી મળી છે. આ માટે સલમાનની મદદ કામ લાગી છે.
ભારતના સૌથી મોટા કેન્સર નિષ્ણાત ડોક્ટર પાસે મારી માતાની સારવાર કરવાય છે. રાખી આટલું જ બોલીને અટકી ન હતી. તેણે આગળ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, અમારા જીવનમાં સલમાન-સોહેલ જેવા મસીહા મોકલ્યા છે. મારી બધી ઉમર સલમાનને અને સોહેલને મળે. ડોક્ટરે તેને કહ્યું હતુ કે જો તેની માતાની સારવાર જલ્દી થઈ ન હોત તો તેનો જીવ બચાવવો મુશ્કેલ હતો. રડવા સમયે રાખીએ માથું જમીન પર મૂકી દીધુ હતુ. તેણે કહ્યું હતું કે સલમાન ભાઈ હું ફક્ત તમારી આગળ નમન કરી શકું છું. તમે મારી માતાને બચાવી લીધી છે. મારે કાંઈ નથી જોઈતું, ફક્ત માતા જોઈએ છે, મા સિવાય મારી પાસે કાંઈ જ નથી. આભાર સોહેલ ભાઈ, આભાર સલમાન ભાઈ.