દુનિયામાં માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ અનેકવખત પ્રકાશમાં આવે છે. સામાન્ય સંજોગોમા કલ્પી ન શકાય તેની ઘટના જાણવા મળે ત્યારે તિરસ્કાર, અરેરાટી પણ થાય છે. માનવીને પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ બુદ્ધીશાળી ગણવામાં આવે છે. પરંતુ તેની કેટલીકવારની હરકતો સમગ્ર માનવજાતને શર્મશાર કરી દે છે. તાજેતરમાં સ્પેનમાં બનેલી એક ઘટનાએ ચકચાર મચાવી છે. જો કે, આ ઘટના સાથે જ માનવસમુદાયે ફરી શર્મશાર થવું પડે તેમ છે. સ્પેનમાં બનેલી આ ઘટનામાં ખુદ દકીરાએ જ તેની માતાને મોતને ઘાટ ઉતારી હતી. જે બાદ તેની લાશના હજાર ટુકડાઓ કરી નાંખ્યા હતા. વળી આટલેથી પણ તેને સંતોષ ન થયો તો માતાની લાશના ટુકડાઓને લંચ બોક્સમાં ભરી દીધા હતા. વિકૃત માનસિક ધરાવતા પુત્રનું હિચકારુ કૃત્ય આટલેથી પણ અટક્યું ન હતી. તે પછી તેણે લંચબોક્સમાં ભરેલા ટુંકડા પોતે અને પોતાના પાલતુ શ્વાનને ખવડાવ્યા હતા.
સમગ્ર દુનિયાને હચમચાવે તેવી આ ઘટનામાં કપુતનું નામ એલ્બર્ટો સાંચેજ ગોમેઝ છે. મેડ્રિડમાં રહેતો 28 વર્ષનો આ નરાધમ પહેલા વેઈટર તરીકે કામ કરતો હતો. અને ઘણા સમયથી બેકાર છે. આ ઘટના અંગે મારિયા ગોમેઝની એક મિત્રએ તેના ગુમ થવાને લઈને ચિંતા કરીને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસને શંકા જતાં તે સાંચેજ ગોમેઝના ઘરે પહોંચી ગઈ હતી. આ સમયે સાંચેજે દરવાજો ખોલ્યો હતો. જે બાદ પોલીસે તેને તેની માતા વિશે પુછ્યું તો સાંચેજે કહ્યું કે મારી મા અહીં જ છે, પરંતુ તે મરી ચૂકી છે.
પોલીસે તે પછી મારિયા ગોમેઝના ઘરની તપાસ કરી હતી, 68 વર્ષનીમારિયા ગોમેઝના શરીરના કેટલાક અવયવો ઘરના ફ્રિઝ અને પ્લાસ્ટીક બેગમાંથી મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે વધુ પુછપરછ કરી તો સાંચેજે ઘણી સરળતાથી પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતુ કે, મેં અને મારા કુતરાએ મારી માતાની લાશના ટુંકડા ખાઈ લીધા છે. સાંચેજના આ કેફિયત સાથે જ પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે સાંચેજે તેની માતા સાથે બોલાચાલી કરી તકરાર કર્યા બાદ તેને મારી નાખી હતી. હાલ પોલીસે સાંચેજની ધરપકડ કરી છે. સાંચેજે મેડ્રિડ પ્રોવિન્શિયલ કોર્ટને કહ્યું હતું કે, કેટલાક સમયથી આસપાસથી ટીવીના અવાજ સાથે સંભળાતું હતુ કે તેણે તેની માતાને મારી નાંખવી જોઈએ.
આ અવાજો ક્યારેક પડોશમાંથી તો ક્યારેક ટીવીમાંથી તો ક્યારેક સિલેબ્સ કહેતા હોય તેવું લાગતું હતું. જોકે ગેમોઝે કહ્યું હતું કે તેને યાદ નથી કે ક્યારે તેણે પોતાની માતાને માર્યા પછી લાશના ટુકડાં ખાધા છે. પોલીસે સાંચેજના અજીબો ગરીબ સ્ટેટમેન્ટ પછી તેની માનસિક સ્થિતિની તપાસ કરવા પણ કવાયત હાથ ધરી છે. જો આ કેસમાં સાંચેજ પરના આરોપો સાબિત થઈ જાય તો તેને 15 વર્ષની જેલની સજા થઈ શકે છે.