રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વધુ એક બેંકને નોટીસ ફટકારીને લાઇસન્સ રદ કરવાની ચીમકી આપતા ભારતીય બેકીંગ સેકટરમાં ખળભળાટ મચી ગયો છે. આરબીઆઈના દાવા પ્રમાણે સીઈઓના કહેવા પર SFPL બેંકમાં છેતરપીંડી કરાઈ છે. તેથી તેની સામે કાર્યવાહી કરતા હાલ શોકોઝ પાઠવી જવાબ મંગાયો છે. આરબીઆઈએ સંબંધ ફિન્ઝર્વ પ્રાઇવેટ લિમિટેડ બેંકને ફટકારેલી કારણદર્શક નોટિસમાં જણાવાયું છે કે, બેંકના કારભારમાં છેતરપિંડી કરાઈ છે. બેંકની નેટવર્થ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદાથી નીચે જઈ રહી છે. તાજેતરમાં જ બેંકની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે. આવા સંજોગોમાં બેંક દ્વારા આગામી દિવસોમાં કામકાજ થવું મુશ્કેલ જણાય રહ્યું છે.
આરબીઆઈએ બેંકના જ એક અહેવાલને ટાંકીને નોટીસમાં લખ્યું છે કે, આ નોટીસ બેંકના કારભારમાં ગેરરીતી બદલની છે. આરબીઆઈના નિયમો મુજબ, નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાએ હંમેશાં ટાયર-1 અને ટાયર-2ના રૂપમાં મૂડી જાળવવી ફરજિયાત છે, જે તેમના જોખમના 15 ટકા હોવી જોઈએ. માર્ચ 2020માં સંબંધ ફિનસર્વ પ્રાઈવેટ લિમિટેડ બેંક દ્વારા 461 કરોડના મેનેજમેન્ટ અન્ડરસેટ વિશે માહિતી આપી હતી. એસએફપીએલએ આ સમયગાળા દરમિયાન 5.22 કરોડનો નફો પણ કર્યો છે. તેનું કુલ દેવું લગભગ 0.67 ટકા છે.
2020માં સિનિયર મેનેજમેન્ટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને પત્ર લખ્યો હતો. જેમાં વરિષ્ઠ મેનેજમેન્ટને કર્મચારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, મેનેજિંગ ડિરેક્ટર દીપક કિડો મેનેજમેન્ટ સાથે મળીને નાણાકીય વર્ષ 2015-16થી બેંકની ફાઇનાન્સિયલ બુકમાં છેડછાડ કરી રહ્યા છે. કેટલાક ઉચ્ચ મેનેજમેન્ટ અધિકારીઓ બનાવટી લોન ખાતા બનાવતા હોવાનો આરોપ પણ પત્રમાં મુકાયો હતો. વળી આ તમામ ગેરરીતિ માટે એમડી અને સીઈઓ અને ક્રેડિટ હેડ દિપક કિડો મુખ્ય ભેજાબાજ હોવાનું પણ પત્રમાં જણાવાયું હતુ.
આમ છતાં કારભારમાં કેટલીક ક્ષતિ જણાય રહી છે. તેથી આરબાઈ તેનું લાઇસન્સ રદ કરવા માંગે છે, આરબીઆઈની કાર્યવાહી પહેલાં બેંક પોતોના પક્ષ જવાબ આપી રજૂ કરી શકશે. બેંકની નેટવર્થમાં મોટો ઘટાડો થયાના રિપોર્ટ પછી બેંકનું લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જોકે, રિઝર્વ બેંકે હજી મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સુત્રોના જણાવ્યા મુજબ SFPL બેંક એનબીએફસી-એમએફઆઇ તરીકે નોંધાયેલી છે. જેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દીપક કિંડો છેતરપિંડીના આ ખેલમાં મુખ્ય ખેલાડી છે. દિપકને ચેન્નઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે ઝડપી લીધો છે.