ભારતમાં પ્રતિબંધિત મોબાઇલ ગેમ PUBG વિશે સરકારે ફરી એક વખત ફોડ પાડ્યો છે. જેમાં ભારતમાં PUBG મોબાઈલ ઇન્ડિયાના લોન્ચિંગની વધતી અટકળો વચ્ચે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કેન્દ્ર સરકારે PUBG મોબાઇલને ભારતમાં ફરીથી લોંચ કરવા મંજૂરી આપી નથી તેમ જણાવ્યું હતુ.
બીજી બાજુ કંપનીએ પ્લે સ્ટોર પર ગેમની APK File લિંક રજૂ કરી છે. ભારત સહિત દુનિયાભરમાં આ ગેમની લોકપ્રિયતા ખૂબ છે. પરંતુ સપ્ટેમ્બરમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સલામતીના કારણોસર દેશમાં PUBG સહિત અનેક ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, ભારતમાં પોતાના યુઝર્સને ધ્યાનમાં લઈ 12 નવેમ્બરે પબજી કોર્પોરેશને જાહેરાત કરી હતી કે તેઓ ભારતીયો માટે પબજી મોબાઇલ એપ રજૂ કરશે. આ માટે PUBG કોર્પોરેશને ભારતમાં એક કંપનીની નોંધણી કરાવી હતી.
દરમિયાન GEM Esportsએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયનો જવાબ શેર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, આ અંગે એક આરટીઆઈ 30 નવેમ્બરે કરવામાં આવી હતી. જો કે કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે, મોટાભાગના PUBG મોબાઇલ વર્ઝન apk ડાઉનલોડ લિંક સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે. તેથી ભારતમાં પણ યુઝર્સને આ પ્રકારે જ સુવિધા ઉપલબ્ધ હશે. એટલે કે, ભારતીય સંસ્કરણની એપીકે ડાઉનલોડ લિંક વેબસાઇટ પરથી મળશે. મોબાઇલ એપ PUBG પ્રતિબંધ પહેલાં પણ ભારતમાં લોકપ્રિય હતી. જો કે સપ્ટેમ્બરમાં સરકારે PUBG સહિતની સુરક્ષાનો હવાલો આપીને તે તથા અન્ય કેટલીક એપ્લિકેશનો પર પ્રતિબંધ મકી દીધો હતો.