Headlines
Home » જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન, 12 ટકાના વધારા સાથે રૂ. 1.61 લાખ કરોડ

જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન, 12 ટકાના વધારા સાથે રૂ. 1.61 લાખ કરોડ

Share this news:

જૂન 2023માં કુલ 1,61,497 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. જેમાં ગયા વર્ષના જૂનની સરખામણીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે.

જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન થયું છે. નાણા મંત્રાલયે કહ્યું કે જૂન 2023માં કુલ 1,61,497 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. જેમાં ગયા વર્ષના જૂનની સરખામણીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે કહ્યું કે દેશમાં GST લાગુ થયા બાદ આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. GST 1 જુલાઈ 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.

જીએસટીમાં સતત વધારો
નાણાકીય વર્ષ 2021-22, 2022-23 અને 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરેરાશ માસિક GST કલેક્શન અનુક્રમે રૂ. 1.10 લાખ કરોડ, 1.51 લાખ કરોડ અને 1.69 લાખ કરોડ હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે GST કલેક્શન સતત વધી રહ્યું છે.

જૂન 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,69,497 કરોડ હતું, જેમાં કેન્દ્રીય જીએસટી રૂ. 31,013 કરોડ, રાજ્ય જીએસટી રૂ. 38,292 કરોડ હતો. જ્યારે ઈન્ટિગ્રેટેડ GST રૂ. 80,292 કરોડ હતો. જેમાં આયાત પર જીએસટીમાંથી 39,035 કરોડ રૂપિયા મળ્યા છે. તે જ સમયે, સેસ 11,900 કરોડ પણ આમાં સામેલ છે.

જૂન 2023માં GSTની આવક ગયા વર્ષે જૂનમાં મળેલી GST આવક કરતાં 12 ટકા વધુ છે. અગાઉ એપ્રિલમાં 1.87 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ રેવન્યુ કલેક્શન થયું હતું. જ્યારે મે મહિનામાં તે 1.57 લાખ કરોડ હતો.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *