ભારતની સૌથી મોટી કંપનીઓમાં ગણનાપાત્ર Reliance કોરોનાકાળ દરમિયાન હવે બીજી ડીલ કરવાની તૈયારી કરી રહી છે.
રિલાયન્સ કંપની હાલ એક અમેરિકન કંપનીનો હિસ્સો ખરીદવા માટે નક્કરપણે વિચારણા કરી રહી છે. સાથે જ તે દીશા તરફ આગળ વધી રહી છે. આ સોદો લગભગ 52 કરોડ રૂપિયામાં થઈ રહ્યો હોવાનો દાવો પણ કેટલાક મીડિયા રિપોર્ટે કર્યો છે. ભારતમાં રમતગમત અને મનોરંજનના વ્યવસાયને વિકસાવવા, તેનું માર્કેટિંગ કરવું અને તેનું સંચાલન કરવા 2010માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આઇએમજી વર્લ્ડવાઇડ સાથે સંયુક્ત સાહસની શરૃઆત કરી હતી. આઈએમજી ગ્રુપ રમતો, ઇવેન્ટ્સ, મીડિયા અને ફેશન વ્યવસાય 30થી વધુ દેશોમાં કાર્યરત છે. તે એન્ડેવર નેટવર્કનો એક ભાગ છે.
મળતા અહેવાલ મુજબ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે IMG-Reliance જોઇન્ટ વેન્ચરમાં IMG Worldwide LLCનો હિસ્સો ખરીદવા માંગે છે. હાલ આ સંયુક્ત સાહસમાં આઇએમજી સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડ, આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ ગ્રૂપની પેટા કંપની છે. તેની પાસે આ જોઈન્ટ વેન્ચરમાં 50 ટકા હિસ્સો છે. રિયાલન્સનું માનવું છે કે તે જો અમેરિકાની આ કંપનીનો હિસ્સો ખરીદવામાં સફળ રહેશે તો તેનાથી રમતગમતના વ્યવસાયમાં પણ કંપનીનું નામ આગળ વધશે. આઇએમજી-રિલાયન્સ લિમિટેડમાં આઇએમજી વર્લ્ડવાઇડનો હાલ 50 ટકા જેટલા હિસ્સો છે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આઇએમજી વર્લ્ડવાઇડ એલએલસીની મદદ વડે જ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના વ્યવસાયમાં કાર્યરત છે. કંપનીએ આઇએમજી-આરમાં આઇએમજી સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડના શેર ખરીદવા માટે કડક કરાર કર્યો છે. જે મહત્તમ 52.08 કરોડમાં પૂર્ણ થવાની આશા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેર બજારને આપેલી માહિતીમાં નોંધ્યું છે કે, આ ડીલ પૂરી થયા પછી આઇએમજી-રિલાયન્સ સંપૂર્ણ રીતે રિલાયન્સની પેટાકંપની બની જશે. સોદો સફળતાપૂર્વક પાર પડશે તો આ જોઇન્ટ વેન્ચર બ્રાન્ડનું નામ પણ બદલાશે.