તંદુરસ્ત માનવજીવન માટે વાંચવુ, કસરત કરવી અને પૌષ્ટિક ખોરાક જેવી બાબતોને મહત્વના માનવામાં આવે છે. આ પ્રકારની આદતોથી આયુષ્ય પણ વધે છે. બસ, આ જ વાતો તમે અત્યાર સુધી જાણી છે. પરંતુ હાલ સંશોધનકર્તાઓએ કરેલા દાવામાં સેક્સથી અનેક ફાયદા થતા હોવાનું જણાવાયું છે.
ન્યૂ ઈંગ્લેન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ્સના સંશોધનકર્તાઓએ સેક્સ અને હ્યદય સંબંધીત બિમારીઓ અંગે 65થી ઓછી ઉંમરના એવા 1120 લોકો અને મહિલાના મંતવ્યો લઈને એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસના પરિણામો 22 વર્ષ બાદ આવ્યા છે.
અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે, સેક્સ માત્ર શારીરિક સંતુષ્ટિ નહીં, પરંતુ મૂડ પણ સારૂ રાખે છે, રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, બ્લડ પ્રેસર પણ નિયંત્રણમાં રાખે છે અને હૃદય સંબંધીત અનેક સમસ્યાઓથી પણ બચાવે છે, જેનાથી ઉંમર પણ વધે છે. સેક્સ કરવાથી અનેક પ્રકારની ગંભીર બિમારીનો ખતરો ઘટે છે. દરરોજ સેક્સ માણવાથી હ્યદય સંબંધીત બિમારીઓ થવાનો ખતરો ટળે છે. એક્ટીવ સેક્સ લાઈફથી હાર્ટ એટેક આવ્યા બાદ પણ જીવીત રહેવાની શક્યતા વધી જાય છે.
અભ્યાસ અનુસાર જે લોકોએ અઠવાડિયામાં એકવાર સેક્સ કર્યુ હતું તેમને હાર્ટ અટેક આવ્યા બાદ મરણ પામવાની શક્યતા 27 ટકા ઘટી ગઈ હતી. જ્યારે ક્યારેક ક્યારેક જ સેક્સ કરનારામાં આ શક્યતા માત્ર 8 જ ટકા હતી. અભ્યાસમાં દાવો કરાયો છે કે, જે પુરૂષ શારીરિક રૂપે સક્રિય હોય છે તેમાં ફિઝિકલ એક્ટિવિટી કરવાની ક્ષમતા પણ વધારે વિકસીત થાય છે. સેક્સ કરતા પહેલા અને બાદમાં પાર્ટનર સાથે લગાવ કેટલો છે તેની છણાવટ અહેવાલમાં કરાઈ છે. જે મુજબ અઠવાડિયામાં એક વાર સેક્સ માણવાથી લાંબા આયુષ્યની શક્યતા 37 ટકા વધે છે.
થોડા વર્ષ પહેલા અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં પણ આ પ્રકારના તારણો સાથેનો સરવે પ્રસિદ્ધ કરાયો હતો. અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રસિદ્ધ અહેવાલમાં નોંધાયું હતુ કે, જે પુરૂષો ઓછુ સેક્સ કરે છે તેમને હૃદય સંબંધિત બિમારી થવાનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત ઈરેક્ટાઈલ ડિસફંક્શન થવાની શક્યતા રહે છે.