ગુજરાત રાજ્યમાં મહેસુલ મેળાના નવતર આયોજન શરૂ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ નવસારીમાંથી સૌથી વધુ ફરિયાદો ઉઠતા આજે મહેસુલ મેળો નવસારીમાં યોજાયો હતો. આ મેળામાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ પ્રશ્નોનો જવાબ આપવા માટે 14 અધિકારીઓની ટીમ સાથે નવસારી આવી પહોંચ્યા હતા.
સમગ્ર રાજ્યમાં બહુ ગાજેલા બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે પ્રકરણમાં જમીનનું વળતર કૌભાંડ અંગે પણ મહેસુલ મંત્રીએ જવાબ આપ્યો હતો. ખોટા દસ્તાવેજો ઉભા કરીને લાભ મેળવવા અંગે 17 જેટલી અરજી આવી હતી. આ મામલાઓમાં અત્યારસુધી 2થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેમાં વળતર કૌભાંડ મામલે નવસારીના તત્કાલીન પ્રાંત અધિકારી તુષાર જાની સામેની ફરિયાદ ઉઠતા નવસારી જિલ્લા મહેસુલી વિભાગમાં ફફડાટ ફેલાયો હતો. નવસારીમાંથી સૌપ્રથમ સૌથી વધુ ફરિયાદો આ મામલે થઇ હતી. મહેસૂલી અધિકારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આક્ષેપો થયા હતા. જેને લઇને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ સમગ્ર પ્રકરણને જાતે શોધી કાઢ્યું હતું અને જવાબદારો સામે કાર્યવાહી થશે તેવું તેમણે જણાવ્યું હતું.
નવસારી જિલ્લામાં મહેસૂલની મેળામાં હાજરી આપવા પહેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નવસારી સર્કિટ હાઉસ ખાતે રાજકીય આગેવાનો અને વકીલોને શુભેચ્છા મુલાકાત લીઘી હતી. ત્યારે પત્રકારોના જવાબ આપતી વખતે વડોદરામાં ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલ દ્વારા ટ્વીટ કરીને વિકાસ થયો છે, અને લોકોને રસ્તા પર ઉતરવાના કરતો અંગે નીતિ સામે આવતા મહેસુલ મંત્રીએ આ સમગ્ર વાતો પાયાવિહોણી હોવાની વાત કરી હતી.