દુનિયામાં એનરોઈડ મોબાઈલ ફોનના ઉપયોગ સાથે જ ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. જેને કારણે સોશિયલ મીડિયાનું પ્લેટ ફોર્મ સૌથી વધુ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. પરંતુ આ સાથે સાથે યુઝર્સની સલામતીને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. એનરોઈડ મોબાઈલ થકી ઈન્ટરનેટ બેંકીગ, સોશિયલ મીડિયા પર ચેટ જેવી પ્રક્રિયામાં યુઝર્સને નુકસાન થવાના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં હેકર્સ સહિતના ભેજાબાજો અન્ય યુઝર્સને જોખમમાં મુકી રહ્યા છે. હવે વોટ્સએપ પણ સલામત નથી તેવું બહાર આવ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ ગૂગલ સર્ચ કરાય તો યૂઝર્સના પર્સનલ મોબાઇલ નંબર સહિતની વિગતોને શોધી શકાય છે. આમ પણ વોટ્સએપ છેલ્લા કેટલાક દિવસોથી યુઝર્સની ગોપનીયતા નીતિને લઈને વિવાદમાં છે. તેની નવી પોલીસી પ્રમાણે યુઝર્સનો કોઈ પણ ડેટા ફેસબુક વાપરી શકે છે. આ મુદ્દે ઉપભોગતાઓની નારાજગી વોટ્સએપ દૂર કરી શક્યો નથી.
ત્યાં હવે બીજી વિવાદ સર્જી શકે તેવી વિગતો બહાર આવી રહી છે. આ એપ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સના વપરાશકર્તાઓ માટે યોગ્ય કે સલામત ન હોવાનું તારણ બહાર આવ્યું છે. જાણકારોના દાવા પ્રમાણે ગૂગલ સર્ચ પર વોટ્સએપ વેબ દ્વારા જે તે યુઝર્સના ઉપયોગ અને તેના ડેટાની માહિતી મેળવી શકાય તેમ છે. એક સંશોધનકાર રાજશેખર રાજાહરીયાએ વોટ્સએપની બેદરકારીને ઉજાગર કરતાં ટ્વિટર પર બે સ્ક્રીનશોટ લીધા હતા. જેમાં વપરાશકર્તાઓના સંપર્ક નંબરોને સરળતાથી જોઈ શકાયા હતા. સંપર્ક નંબરો સાથે ગૂગલ સર્ચમાં મેસેજીસને પણ વાંચવુ સરળ રહ્યું હતુ. સંશોધનકારે તેની ટ્વીટમાં લખ્યું હતુ કે, વોટ્સએપ હજી તેની વેબસાઇટ અને ગૂગલ ઉપર નજર રાખી રહ્યું નથી. આવા સંજોગોમાં યુઝર્સની સુરક્ષાનો સવાલ ઉઠવો સહજ છે. રાજહરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે વોટ્સએપ વેબ દ્વારા યૂઝર્સના સંપર્ક નંબરો સહિતની કેટલીક વિગતો ગૂગલ પર લિક થઈ રહી છે. જ્યારે વપરાશકર્તાઓ QR કોડ દ્વારા લેપટોપ અથવા ડેસ્કટોપ પર તેમના WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરે ત્યારે ગૂગલ તેમને ક્રમાંક દેખાય છે. જે યુઝર્સ સાથે કોઈપણ રીતે સંકળાયેલા વ્યક્તિગત નંબર્સ છે.
જો કે, સંશોધનકારે સ્વીકાર્યું હતુ કે, આ સ્થિતિ માટે વોટ્સએપ પર આરોપો મુકી શકાય તેમ નથી. ગૂગલે વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતીને શેર કરવા મંજૂરી આપવી જોઈએ નહીં. હાલ તો વોટ્સએપની બેદરકારીને કારણે વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા ભારે જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સંશોધનકર્તાએ ખુલાસો કર્યો હતો કે, ગૂગલ સર્ચ પર વોટ્સએપ જૂથોની અંગત ઇન્વોઇસ લિંક્સ પણ ઉપલબ્ધ છે. એટલે કે, ગૂગલે પણ તેમને અનુક્રમણિકા આપી છે. આ લિંક્સ દ્વારા, કોઈપણ વ્યક્તિ કોઈપણ જૂથમાં ઉમેરો કરી શકે છે. અને ત્યાં બધા સંપર્કો પણ એક્સેસ કરી શકે છે. આવી સ્થિતિમાં, વોટ્સએપ વપરાશકારો માટે સચેત રહેવુ જરૃરી છે. પરંતુ તેનાથી જોખમ દૂર થતા નથી.