ગુજરાતમાં કોરોનાએ હવે ધીરે ધીરે રોદ્ર રૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો નનાવ 20,966 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકારની ચિંતા વધી ગઈ છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 8,371 કેસ સામે આવ્યા છે જ્યારે બીજા ક્રમે સુરતમાં 3318 કેસ, રાજકોટમાં 1259 કેસ નોંધાયા છે, 24 કલાકમાં વડોદરામાં 1998 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 446 કેસ નોંધાયા છે, ભાવનગરમાં પણ 526 કેસ સામે બહાર આવતા જિલ્લા આરોગ્ય તંત્રમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં આજે 12 લોકોનાં મોત થયા છે જ્યારે 125 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 9828 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ 90,726 કેસ સુધી પહોંચી ગયા છે.
ADVERTISEMENT