રશિયાના લડાકુ વિમાનોએ સીરીયામાં છેલ્લાં 24 કલાકમાં ભારે તબાહી મચાવી છે. રૂસી એરસ્ટ્રાઇકને કારણે આઇએસઆઇએસના 21 આતંકવાદીઓના મોત થયાના અહેવાલો છે.
શનિવારે રશિયાના 130થી વધુ લડાકુ વિમાનોએ સીરીયામાં આતંકવાદીઓના અડ્ડા પર હુમલો કરી દીધો હતો. જેને કારણે સેંકડો આતંકીઓ ધવાયા હતા. આઇએસઆઇએસએ શનિવારે સરકારી સેના અને મિલિશિયા પર હુમલો કર્યા બાદ વળતા જવાબમાં રૂસી વાયુસેના દ્વારા આ કાર્યવાહી થઈ હતી. આઇએસઆઇએસના આ હુમલામાં સીરિયાઇ સમર્થિત મિલિશિયાના 8 જવાન માર્યા ગયા હતાં. સીરિયાઇ સરકાર સમર્થિત રશિયાની એરફોર્સે ગત 24 કલાકમાં 130 સ્થળે બો્મ્બમારો કર્યો હતો. જેને કારણે સીરીયાના વિવાદ સ્થળો ધડાકાના ગૂંજ સાથે ધ્રુજી ઉઠ્યા હતા. આ હુમલાઓ અલેપ્પો, હામા અને રક્કામાં આઇએસઆઇએસના ઠેકાણાઓ કરાયા હતાં. ઇઝરાયલે 10 દિવસ પહેલાં જ સીરિયામાં મિસાઇલો દાગીને ઇરાન સમર્થિત મિલિશિયાના અડ્ડાઓ નષ્ટ કરી દીધા હતા.
આઇએસઆઇએસના આતંકીઓના હાથે તબાહ થઇ ગયેલું સીરિયા હવે દુનિયાભરના શક્તિશાળી દેશો વચ્ચે જંગનું મેદાન બની ગયું છે. રૂસ અને અમેરિકા વચ્ચે પહેલાથી જ તણાવ છે. જેમા રૂસ સીરિયાની સરકારનું સમર્થન કરી રહી છે, ત્યાં જ અમેરિકા તેનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકાએ સીરિયાના અલ્પસંખ્યક ગ્રુપ કૂર્દોના સૈન્ય દોસ્તોને સમર્થન આપ્યું છે. ત્યાં જ ઇઝરાયલ પણ સીરિયામાં ઇરાન મિલિશિયાની હાજરીને સમાપ્ત કરવા તત્તપર છે. બ્રિટેનની સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સ કમિશને શનિવારે રશિયન યુદ્ધ વિમાનોએ કરેલા હુમલા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે, રશિયાની વાયુસેનાએ 24 કલાકમાં 130 હવાઇ હુમલા કર્યા હતા. જેમા 21 આતંકવાદીનો સફાયો થયો હતો. હાલમાં પણ સીરિયાના બાદિયા ક્ષેત્રમાં સરકાર સમર્થિત સેના અને આઇએસઆઇએસના સભ્યો વચ્ચે યુદ્ધની સ્થિતિ છે.
જો કે, આ હુમલાં રૂસી સેના માત્ર સીરિયાઇ સરકાર અને સેનાને મદદ કરી રહી છે. વર્ષ 2014 બાદથી જ સીરિયા અને ઇરાક આઇએસઆઇએસના આતંકનો સામનો કરી રહ્યા છે. જેથી આખું સીરિયા જ જંગના મેદાનમાં ફેરવાઇ ગયું છે. વર્તમાન અને સીરિયાઇ રાજધાની દમિશ્ક સિવાય કોઇ એવો વિસ્તાર નથી જે સીધો સરકારના નિયંત્રણમાં હોય. દરેક જગ્યાએ સ્થાનિક લોકોએ ગ્રુપ બનાવીને કબજો કરી લીધો છે.