ભરૂચ જિલ્લાના ખેડૂતોને થતા અન્યાય બાબતે આમ આદમી પાર્ટી મેદાનમાં ભરૂચ ખાતે ઝાડેશ્વર સર્કિટ હાઉસ માં સાગર રબારી એ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા ગુજરાત સરકાર દ્વારા અને એમાં ખાસ ભાજપ સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે સૌથી વધારે અન્યાય કરવામાં આવ્યો છે જિલ્લાના ખેડૂતોની જમીનો ઉપર સરકાર વિવિધ યોજનાઓ દ્વારા વિકાસ ના નામે નજીવા વળતર થી પડાવી રહી છે બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે, ગુડઝ ટ્રેક, ભાડભુત બેરેજ, દહેજ પીસીપીઆઈ ની નગર યોજના, અંકલેશ્વર ભરૂચ બૌડા ની તવરા અને ઝાડેશ્વર ની ટી.પી જેવી વિવિધ યોજનાઓ માં જમીન વિના વળતર કે નજીવા વળતર થી સરકાર પડાવી રહી છે જ્યારે બીજી તરફ સરકારી ખરાબા ની જમીન ૫૦૦૦ રૂપિયા થી વધુથી ચોરસ મીટર ના ભાવ ચુકવવામાં આવે જ્યારે બીજી તરફ ટીપી ના નામે ૪૦ ટકા જમીન મફત લેવાની અને બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે માં ચોરસ મીટરે ૧૪૨ રૂપિયા વળતર આપવાનું જે સરકાર નો ભરૂચના ખેડુતો સાથે મોટો વિશ્વાસ ઘાટ છે તથા નદી કિનારાની જમીનો ખારી થઈ જાય પાણીના પ્રકારમાં મોટો ફેરફાર થાય થાય અને ખેડૂતો સસ્તા ભાવે જમીનનો છોડીને નીકળવા માટે મજબૂર બને એટલા માટે ભરૂચ જિલ્લાનો દરિયાકાંઠા વિસ્તારનું સંપૂર્ણ કેનાલ માળખું સરકાર દ્વારા તોડી નંખાયા નું ખેડૂત આગેવાન સાગર રબારીએ પ્રેસ વાર્તા માં જણાવ્યું હતું ભરૂચ ખાતે ખેડૂત આગેવાનો અને આમ આદમીના કાર્યકરો સહિત ભરૂચ જીલ્લા પ્રમુખ ઉર્મી બહેન પટેલ, યાકુબ ગુરજી લોકસભા પ્રભારી તેજસ પટેલ ની હાજરી માં ખેડૂતો ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લાનું દરિયાકાંઠા વિસ્તારનો સંપૂર્ણ કેનાલ માળખું આ સરકારે તોડી નાખ્યું સિંચાઈની સગવડ બંધ કરી એ પછી અહીંયા દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બુલેટ ટ્રેન એક્સપ્રેસવે ની જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી સરકારે પોતાને માલિકીની પડતર ખરાબ અને કાઢીને જમીનો હતી એ ડી એફ સી ને 5,800 ના ભાવે ચોરસ મીટર આપી એની સામે ખેડૂતોને જે ખાનગી માલિકીને જમીનો છે એના 135 142 મીટરના ભાવો જાહેર કર્યા આ ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે સદંતર અન્યાય અને વિશ્વાસઘાત હતો એમ સાગર રબારીએ જણાવ્યું હતું વધુમાં સરકાર સત્વરે કોઈ નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં આંદોલન ની પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ થઈ જશે જેમાં લાભ પાંચમ ના તહેવાર પછી નવા વર્ષ માં તમામ યોજનાઓ માં સમાવિષ્ટ ખેડુતોના વિસ્તાર ને આવરી લય એક મહારેલી નું આયોજન કરવામાં આવશે જેમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ આગેવાનો પણ હાજર રહેશે એવી ચીમકી પણ ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપપ્રમુખ સાગર ભાઈ રબારીએ ઉચ્ચારી હતી આ મીટીંગ માં આમ આદમી પાર્ટી ના વરિષ્ઠ આગેવાન યાકુબ ગુરજી દ્રારાં દીવાળી તેમજ નવાવર્ષ ની શુભકામના પાઠવી હતી.