ભારતીય સ્ટાર ટેનિસ મહિલા ખેલાડી સાનિયા મિર્ઝાએ પોતાના ફેન્સને એક મોટો ઝટકો આપ્યો છે, જેને ઇજાને કારણે વર્ષના અંતિમ ગ્રેન્ડસ્લેમ ટૂર્નામેન્ટ યૂએસ ઓપનમાંથી પોતાનું નામ પરત લઇ લીધુ છે. સાનિયા મિર્ઝાએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી શેર કરી છે.
35 વર્ષની સાનિયા મિર્ઝાએ આ વર્ષની શરૂઆતમાં પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી, તેમણે કહ્યુ હતુ કે આ વર્ષ (2022) તેમના કરિયરનું અંતિમ રહેશે. અંતમાં તે ટેનિસને અલવિદા કરી દેશે.
સાનિયા મિર્ઝા બદલશે સંન્યાસનો નિર્ણય
હવે સાનિયા મિર્ઝાએ પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યુ કે તે હવે પોતાના સંન્યાસના નિર્ણયને બદલી શકે છે. બની શકે કે તે આ વર્ષે સંન્યાસ ના લે. આ સાનિયાના ફેન્સ માટે સારા સમાચાર છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે યૂએસ ઓપન 29 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે.
સાનિયાએ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં કહી આ વાત
6 વખતની ડબલ ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન સાનિયા મિર્ઝાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી શેર કરતા લખ્યુ, મિત્રો એક અપડેટ છે. મારી પાસે કેટલાક સારા સમાચાર નથી. બે અઠવાડિયા પહેલા કેનેડામાં રમતા મારી કોણીમાં ઇજા થઇ હતી. આ ત્યારે ખબર નહતી કે ઇજા એટલી ગંભીર બની જશે. કાલે મારો સ્કેન કરવામાં આવ્યુ.
હૈદરાબાદની સાનિયા મિર્ઝાએ લખ્યુ, દુર્ભાગ્યથી આ ઇજા વધુ ગંભીર નીકળી. હું કેટલાક અઠવાડિયા માટે બહાર રહીશ અને યૂએસ ઓપનથી હટી રહી છુ. આ યોગ્ય નથી. આ મારા સંન્યાસના પ્લાનન બદલી શકે છે પરંતુ હું તમારા માટે પોસ્ટ કરતી રહીશ.
સાનિયાને પોતાના સંન્યાસના નિર્ણય પર પછતાવો
તાજેતરમાં સાનિયા મિર્ઝાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે તેને પોતાના સંન્યાસના નિર્ણય પર પછતાવો છે. આ નિર્ણય જલ્દી કરી લીધો છે. સાનિયા મિર્ઝાએ સોની નેટવર્કના એકસ્ટ્રા સર્વ કાર્યક્રમમાં કહ્યુ હતુ, સાચે મને લાગે છે કે મે જલ્દી જાહેરાત કરી હતી અને મને તેની પર પછતાવો થઇ રહ્યો છે કારણ કે હવે મને માત્ર તેના વિશે જ પૂછવામાં આવી રહ્યુ છે.