ગુજરાત એકમાત્ર હિલ સ્ટેશન ડાંગ જિલ્લાના સાપુતારાના વિકાસ માટે પોતાની જમીન ગુમાવનાર વિસ્થાપિતોને રાજ્યની ભાજપ સરકારના સબ કા સાથ સબ કા વિકાસ સાથેના છ દાયકા બાદ ઘરોના હક્ક પત્રકો આપવાની ઘોષણા કરાતા સાપુતારા નવાગામના સેંકડો વિસ્થાપિતોમાં ખુશીની લાગણી છવાઇ છે. ગુજરાતનું એકમાત્ર પર્વતીય હિલ સ્ટેશન કહેવામાં આવતા અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા સાપુતારામાં પર્યટન 1લી મેં 1966માં સ્થાપના કરવામાં આવી હતી. આને લીધે સાપુતારામાં એ સમયે રહેતા આદિવાસી ખેડૂતોને નવાગામ ખાતે ખસેડી વિસ્થાપીત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ અનેક સરકારો બદલાઇ પરંતુ આ વિસ્થાપિતોને હક્ક પત્રકો આપવામાં આવ્યા ન હતા. વિસ્થાપિતોને મકાન અને જમીન સરકાર દ્વારા આપવામાં આવી હતી પરંતુ તે માટેના હક્ક પત્રકો અપાયા ન હતા.
આ પડતર માંગને લઇને ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન પ્રમુખો,સંગઠન સભ્યો, અને વર્તમાન પ્રમુખ દશરથભાઈ પવાર,ધારાસભ્ય વિજયભાઇ પટેલ,તત્કાલીન ચૂંટણી પ્રભારી અશોકભાઇ ધોરજીયા,સંસદ કે.સી.પટેલ દ્વારા અવારનવાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ,આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાને રજૂઆતો કરવામાં આવી હતી. આવી અનેક રજૂઆતો બાદ હવે આખરે આદીવાસી વિસ્થાપિતોને તેમનો હક્ક આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2022 વિધાનસભા ચૂંટણી પહેલા સાપુતારા નવાગામના રહેવાસીઓને 99 વર્ષના ટોકન ભાવે જમીન ફળવવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે સાપુતારા નવાગામ વિસ્થાપીતો ની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં આનંદ ની લાગણી છવાય જવા સાથે સમાજના આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો હતો.