ડીજીટલ યુગની અસર ભારતમાં પણ મોટાપાયે વર્તાવા માંડી છે. નોટબંધી પછી ડીજીટલ પેમેન્ટનો ઉપયોગ વધ્યો છે. જો કે, આ સિસ્ટમ થકી થતા ચુકવણામાં કેટલીક વાર ઠગાઈનો ભોગ લોકો બની રહ્યા છે. તેથી યુઝર્સે પુરતી સાવધાની રાખવી આવશ્યક છે. આ અંગેની ફરિયાદો વધતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જારી કરી છે. સૌથી પહેલા ક્યૂઆર કોડનો ઉપયોગ મોટર વાહન ઉદ્યોગ માટે શરૂ કરાયો હતો. પરંતુ આજે તેમનુ વિસ્તરણ કરાયું હતુ. અત્યારે દરેક પ્રોડક્ટ પર એક ક્યૂઆર કોડ હોય છે. જેનાથી પ્રોડક્ટ વિશેની બધી માહિતી મેળવી શકાય છે. ક્યૂઆર કોડનો ઉપયોગ પીઓએસ પર મોબાઈલ પેમેન્ટ માટે પણ કરવામાં આવે છે. તેના માટે મોબાઈલ વોલેટ કે બેન્ક એપ સ્કેનરની સુવિધા આપે છે. ક્યૂઆર કોડને સ્કેન કરતા જ વોલેટ કે બેન્ક કે એપથી પૈસા કાપી લે છે. તેનાથી તમને રોકડની ઝંઝટથી મુક્તિ મળે છે. એટલે કે, તમારો મોબાઈલ તમારા માટે બેન્ક અને કેસ બન્નેનું કામ કરે છે. આજે ભાગ્યે જ કોઈ સેક્ટર બચ્યું હશે જ્યાં તેનો ઉપયોગ થતો ન હોય. વધુ ઉપયોગના કારણે તેમા ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. ગાઈડલાઈનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોઈ અજાણ્યા સ્ત્રોતથી મળેલા કે તમારા ફોન પર આવેલા ક્યૂઆર કોડને સ્કેન તરત જ સ્કેન કરવા આવશ્યક નથી.
આવા કિસ્સામાં યુઝર્સ કોઈ કોડને સ્કેન કરશો તો તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જશે. સરકારના ગૃહ મંત્રાલય સાઈબર દોસ્ત’ નામના ટ્વીટના માધ્યમથી સંદેશો આપ્યો છે કે, સાઈબર સિક્ટોરિટીના ક્ષેત્રમાં લોકોને જાગૃત કરવા આવશ્યક છે. ઈલેક્ટ્રોનિક્સની દુનિયામાં ઝડપથી કામ પુરૂ કરવા ક્યૂઆર કોડનો ઉપયોગ થાય છે. આ કોડ સાંકેતિક અક્ષરોના રૂપમાં હોવાથી તેમને કોઈ વાંચી શકતુ નથી. આ કોડને રિડ કરવા માટે પણ ખાસ ઉપકરણ સક્ષમ હોય છે. અથવા ઉપકરણમાં લાગેલા સ્કેનર જ તેને વાંચી શકે છે. ક્યુઆરકોડ એક મેટ્રિક્સ બારકોડ છે. જેમા કેટલીક સૂચનાનો પણ ઉલ્લેખ હોય છે. દરમિયાન સરકારે આપેલી ચેતવણીમાં કોઈ પણ ગ્રાહકને QR Code સ્કેન કરતા પહેલા સતર્કતા રાખવા તાકીદ કરાઈ છે. સરકારે ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, કોઈપણ કોઈ અજાણ્યા ક્યૂઆરને સ્કેન ન કરો. આમ કરવાથી તમારા બેન્કમાંથી પૈસા ઉપડી શકે છે. ફ્રોડ કરવા માટે લોકો મોબાઈલ પર મેસેજના માધ્યમથી ક્યૂઆર કોડ મોકલે છે અથવા તમારા કમ્પ્યૂટર પર મેસેજ મોકલીને લાલચ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ આવી ઘટના સામે આવી ચુકી છે. તેટલા માટે સરકારે તેનાથી બચવા માટે ચેતવણી આપી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ક્યૂઆર કોડની પૂરી માહિતી ના હોય તે વિશે પ્રોસેસ ન કરવી. પીઓએસ પણ ભરોશાપાત્ર હોય ત્યારે જ ક્યૂઆર કોડ સ્કેન કરવો જોઈએ, નહી તો તમારે નુકશાન વેઠવુ પડી શકે છે.