આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત MSC (Organic Chemistry) કોર્સના Sem-2ના વિદ્યાર્થીઓ 2022માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં કુલ 97.92 % પરિણામ આવ્યું.જેમાં 90% વિદ્યાર્થીઓ 7.5 થી વધુ sgpa મેળવ્યા , 5 વિધાર્થીઓએ 8.83 કરતા વધુ sgpa મેળવ્યા હતા. પ્રસ્તુત જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ sgpa પ્રાપ્ત કરી કોલેજના F.Y.MSC ( Organic Chemistry ) કોર્સમાં ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે એવા પ્રથમ ક્રમે શુભમ અરવિંદકુમાર (9- sgpa), દ્વિતીય ક્રમે વિશ્રુતિ પટેલ (8.83 sgps)અને 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમાં પટેલ સાગરકુમાર (8.83 sgpa) પટેલ વૈશાલી (8.83 sgpa) પટેલ અભિષેક 8.83 sgpa) પટેલ જય કુમાર (8.83 sgpa) ગાયકવાડ અમિષાબેન ( 8.83 -sgpa) એ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે.આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ એ શુભેચ્છા પાઠવી હતી તેમજ કોલેજના આચાર્યા ડૉ.અમી ઓઝાએ આવી સિદ્ધિઓ મેળવતા રહે એ માટે વિદ્યાર્થિઓને વધુ પ્રોત્સાહન પાઠવ્યાં હતાં.તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.