15 દિવસથી સેન્સેક્સમાં આવી રહેલા આડેધડ ઉછાળા બાદ તેની સપાટી હવે ૫૦,૦૦૦નાં આંક નજીક પહોંચી ગઈ છે. જો કે, શેરબજારમાં ચાલી રહેલી આ હિલચાલ બજાર અને વાસ્તવિક ઈકોનોમી વચ્ચેનાં સંબંધો અંગે અનેક અટકળો પણ વહેતી કરી રહી છે. ૨૦૦૮માં શેરબજારમાં આવેલી કટોકટીથી રોકાણકારો આશ્ચર્યમાં મૂકાયા હતા. આ વખતે પણ શેરબજારમાં નવી ઉઠલપાથલ આવી શકે છે ? તેવા સવાલનો જવાબ આપતા રઘુરામ રાજને કહ્યું હતુ કે, લોકોએ આ મુદ્દે વિશ્વનાં બજારો તરફ નજર કરવાની જરૂર છે. ગયા વર્ષની શરૂઆતમાં બિટકોઈન્સનું મૂલ્ય ૧૦,૦૦૦ ડોલર હતું. જે આ વખતે વર્ષનાં અંતે ૪૦,૦૦૦ ડોલરે પહોંચ્યું છે. બિટકોઈન્સ એ માર્કેટમાં તેજીનો ફુગ્ગો ફૂટી જવાનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. વાસ્વતમાં બિટકોઈનનું કોઈ મૂલ્ય નથી. લેવડ દેવડમાં તેનો ઉપયોગ કાયદેસર નથી થયો. રઘુરામ રાજને વધુમાં ઉમેર્યું કે, તેના મિત્ર ઓસ્ટન ગોલ્ડસબી કહે છે કે બિટકોઈન્સ કોન્ફરન્સમાં બિટકોઈન્સને પેમેન્ટનાં એક ઈન્સ્ટ્રુમેન્ટ તરીકે મૂલવતા જ નથી. કારણ કે, તે ઘણું ખર્ચાળ છે અને તેનું મૂલ્ય હાલ ૪૦,૦૦૦ ડોલરે પહોંચ્યું છે. તેનું મૂલ્ય હજી વધશે તેવી આશા સાથે ખરીદી વધતા તેનું મુલ્ય પણ ઉંચે જઈ રહ્યું છે. હાલ શેરબજારની આ હિલચાલ નકારાત્મક બાબતોને સરભર કરવા માટે સકારાત્મક છે કે કેમ તે મહત્વનો અને ચર્ચાનો મુદ્દો છે. ટેસ્લા આવો જ બીજો કિસ્સો છે. જેનાં શેરનાં ભાવમાં વધારો જોવા મળે છે.
ટોયોટા અને જનરલ મોટર્સની જેમ તેનાં ભાવ ઉંચે જઈ રહ્યા છે. દુનિયાની કાર કંપનીની કિંમતો વધવા પાછળ રોકાણકારોનો નક્કર દૃષ્ટિકોણ જ કારણભૂત છે. તેનાં ભાવ જે રીતે વધી રહ્યા છે તે આ બાબતને પુરવાર કરે છે. જો કે, ભાવ વધવા માટે એક જ કારણ નથી હોતું. તેથી તેના મુલ્યમાં પણ ઘટાડો કે મંદી સંભવ છે. નાના રોકાણકારો પાસે ઘણાં નાણાં છે જેનું તેઓ રોકાણ કરવા માંડતા તેજીનો તખારો જોવા મળી રહ્યો છે. વ્યાજનાં ઓછા દર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રિકવરી જેવા પરિબળો શેરબજારના ગ્રોથ માટે જવાબદાર છે. આવા સમયે અનેક મોટી કંપનીનું મુલ્ય પણ વધી ગયું છે. રઘુરામ રાજને વધુમાં ઉમેર્યું કે, નાની કંપનીઓ બિઝનેસમાંથી બહાર થઈ રહી છે. આ બધા હંગામી સાનુકૂળ પરિબળો ઈકોનોમી ક્યાં જઈ રહી છે તે દર્શાવે છે.
અલબત્ત ઘણું મોટું નુકસાન થયું છે. થોડા સમય બાદ તેની અસરો વર્તાશે. ઓટો અને કારનાં વેચાણમા દર વર્ષે વધારો થઈ રહ્યો છે જ્યારે ટૂ વ્હીલર્સનાં વેચાણમાં વધારો થયો નથી. આ મુદ્દો કાર ખરીદનારા ઉચ્ચ મધ્યમ વર્ગનાં લોકો અને ટૂ વ્હીલર્સ ખરીદતા નીચલા મધ્યમ વર્ગ અને ગરીબો વચ્ચેનો તફાવત દર્શાવે છે. આ સેગમેન્ટની અવગણના કરી શકાય તેમ નથી. ભારતમાં ૧૮ મિલિયન લોકોએ નોકરીઓ ગુમાવી છે. આવા સંજોગોમાં બજારમાં આગામી દિવસોમાં પણ તેની અસર વર્તાશે. દેશના અર્થતંત્ર પર પણ આ બાબત અસરકર્તા છે. કારમેન રેઈનહાર્ટ કહે છે તેમ હું પણ તેને રિકવરીને બદલે ઈકોનોમી રિબાઉન્ડ થઈ રહી છે તેમ માનું છુ. કારણ કે, રિકવરી કરતા તે અલગ બાબત છે. મેન્યુફેક્ચકરિંગ સેક્ટરમાં રિબાઉન્ડ જોવા મળી રહ્યું છે. હાલમાં માર્કેટમાં દેખાતા ગ્રોથને અવરોધરૃપ કોઈ કારણ નથી