ભારતમાં કોરોનોના કેસનો રાફડો ફાટી નીકળવા સાથે હવે મૃતાંક પણ વધી રહ્યો હોવાથી સરકાર વેક્સીનેશન કાર્યક્રમ ઉપર ભાર મુકી રહી છે. જો કે, દેશમાં રસીના અપૂરતા જથ્થાને કારણે અનેક રાજ્યમાં રસીકરણની ઝૂંબેશ ધીમી પડી ગઈ છે. જેથી હવે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા પોતે આપેલા વચનને પુરુ કરવા નવી યોજના ઘડી રહી છે. જેમાં તે ભારત બહાર કોરોના વેક્સિનનું ઉત્પાદન કરવા વિચારણા કરી રહી છે. કોરોના સંક્રમણ કેસ વધતાં ભારતીયોના વિદેશ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયા છે. તેથી પુનાવાલા લંડન પહોંચ્યા હતા. સરકારે જરૂરી દવાઓ, ઉપકરણો જેવી સામગ્રીની ખરીદી વિદેશમાંથી કરવી પડે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, ભારતમાં વાયરસ સંક્રમણ 3 થી 5 મે દરમિયાન હજી ઉંચી સપાટીએ જઈ શકે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લાં દોઢ બે મહિનાથી વેક્સિન બનાવવા માટે આવશ્યક કાચા માલની અછત થઈ રહી છે. અમેરિકાએ પણ લાંબા સમય સુધી કાચા માલની નિકાસ અટકાવી દીધી હતી. જેની સીધી અસર વેક્સિનના ઉત્પાદન ઉપર પડી છે. દરમિયાન સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ મીડિયા સમક્ષ એવા સંકેત આપ્યા હતા કે, કંપની હવે ભારત બહાર પણ વેકસીનનું ઉત્પાદન કરવાની દીશામાં ગંભીરતાથી વિચારી રહી છે. આદરાન પુનાવાલાએ એવું પણ સ્પષ્ટ કર્યું હતુ કે, કેટલાક સમયથી કંપનીને રસી માટેનો કાચો માલ મળી રહ્યો નથી. પૂનાવાલાએ જણાવ્યું હતું કે, કંપની એસ્ટ્રાજેનેકાની કોવીશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરે છે. કોવીશીલ્ડના ભારત બહાર ઉત્પાદન કરવાના પ્લાનની જાહેરાત ટૂંક સમયમાં જ થઇ શકે છે. સીરમ ઇનસ્ટીટયુટ જુલાઇ પછી રસીનું ઉત્પાદન 10 કરોડ સુધી વધારવા માંગે છે. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે કંપની આગળ વધી રહી છે. મેના અંત સુધીમાં ઉત્પાદન ક્ષમતા વધારવાની સમયમર્યાદા નક્કી થઇ હતી. કંપનીને આશા છે કે 6 મહિનામાં સીરમ ઇનસ્ટીટયુટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 2.5 થી 3 અબજ ડોઝની થઇ જશે.