ભારતમાં સ્વદેશી વેકસીન કોવીશીલ્ડની ઉત્પાદન કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા મહારાષ્ટ્રના પુનામાં પ્લાન્ટ ધરાવે છે. જેના CEO અદાર પૂનાવાલા છે. કોરોના વાયરસના આતંકને કારણે ભારતમાં સીરમ કંપની સતત ચર્ચામાં રહી છે. કારણ કે તે તથા હેદરાબાદની બાયોટેક ભારત કંપનીએ કોરોના સામે રક્ષણ આપતી વેકસીન બનાવી છે. સીરમના સીઈઓ અદાર પુનાવાલા સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવે છે. જો કે, તેમની લાઇફસ્ટાઇલ પહેલાથી જ વૈભવી રહી છે. તાજેતરમાં તેમણે બ્રિટનમાં એક ઘર ભાડે લીધું હોવાનું અને તે માટે તેઓ દર અઠવાડિયે 50 હજાર પાઉન્ડમાં કરાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. એટલે કે, ભારતીય ચલણ મુજબ એક અઠવાડિયા માટે લંડનમાં તેમણે ભાડે રાખેલા મકાનનું ભાડું તેઓ ભારતીય ચલણ મુજબ 50 લાખ ચુકવશે. સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા પ્રમાણે અદાર પુનાવાલાએ હાલમાં યુકેમાં જે મેંશનને લીઝ પર લીધી છે તે પોલેન્ડના અબજોપતિ બિઝનેસમેન ડૉમિનિકલા કલજિકની છે. આ આખા શહેરમાં સૌથી મોટા ઘરોમાં પૈકીનું એક છે. જે અંદાજે 25000 વર્ગફૂટમાં બનેલું છે. આ મકાન સાથે એક ગેસ્ટ હાઉસ પણ છે. સીઆઈ અદાર પૂનાવાલાએ લંડનમાં ભાડે રાખેલી મિલકતની ચર્ચા વચ્ચે વિવાદના એંધાણ પણ છે. તેથી આ મામલે સીરમ
ઇન્સ્ટિટ્યુટના પ્રવકતાએ કાઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે કલજિકના પ્રવક્તાએ પણ તે વિશે કોઈ ફોડ પાડ્યો ન હતો. મળતી વિગતો મુજબ પૂનાવાલા દુનિયાના સૌથી ધનિક પરિવારોમાંથી એકમાંથી આવે છે, અદાર પૂનાવાલાએ લંડનની વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેઓએ પહેલાં પણ મેફેયરમાં ગ્રોસવેનર હોટલ ખરીદવાની પ્રયાસ કર્યો હતો. 2016માં બ્લૂમબર્ગને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે તેઓ બ્રિટનમાં એક ઘર વસાવવાની ઈચ્છા રાખતા હોવાનું પણ કબૂલ્યું હતુ. મીડીયાના અહેવાલો મુજબ આ સોદાથી સેન્ટ્રરલ લંડનમાં લક્ઝરી હોમ માર્કેટમાં તેજી આવવાની શકયતા છે. જો કે પહેલાં જ કોરોનાવાયરસ અને બ્રેક્ઝિટના કારણે આ બજાર હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. મેફેયરના વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષમાં મકાનના ભાડા 9.2 ટકા સુધી ઘટી ગયા છે.