મહારાષ્ટ્રના સેલસુરા પાસે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે, જેમાં 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. એવા અહેવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિજય રહંગદલેના પુત્રનું નામ પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. ઘટના સોમવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ વર્ધા તરફ જઈ રહ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે તમામ સાવંગીની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહન કાબૂ બહાર નીકળી ગયું અને પુલ તોડી નદીમાં પડી ગયું. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ વિદ્યાર્થીઓ 25 થી 35 વર્ષની વયજૂથના હતા. હાલ પોલીસ અને વહીવટીતંત્ર વધુ તપાસ કરી રહ્યું છે. મૃતકોની ઓળખ નીરજ ચવ્હાણ, અવિશ રહંગદલે, નિતેશ સિંહ, વિવેક નંદન, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ અને પવન શક્તિ તરીકે થઈ છે. રહંગદલે તિરોડા ગોરેગાંવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે.