છેલ્લાં પોણા બે વર્ષથી સમગ્ર દુનિયામાં કેર વર્તાવી રહેલા કોરોના સામે દુનિયામાં આજે પણ અનેક દેશમાં વેકસીનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તથા તબીબો અને સંશોધકોના મતે વેકસીનેશન અને કોવિડની ગાઈડલાઈનનું પાલન જ કોરોના સામે એક મોટું હથિયાર છે. યૂકેમાં 10 દિવસથી ડેલ્ટા વોરિએન્ટે કોરોનાના કેસોમાં ધરખમ વધારો કરી દીધો છે. જેના પગલે ત્યાંના લોકોને ફરી સતર્ક રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. આવા સમયે જ ડ્રોન ઈમેજીસ દ્વારા ઈંગ્લેન્ડમાં સેક્સ ફેસ્ટીવલનો આરંભ થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. ઈંગ્લેન્ડના લિંકનશાયરની સામે આવેલા વિસ્તારમાં શરૃ થયેલા સેક્સ ફેસ્ટિવલથી મોટો વિવાદ થવાના એંધાણ છે.
ચાર દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં અત્યાર સુધીમાં 200થી વધુ કપલ જોડાઈ ચુક્યા છે. આ ફેસ્ટવલ જોવા માટે 400થી વધારે કપલ્સે આ ટિકિટની ખરીદી કરી છે. આ ટીકીટની ફી 21 હજાર રાખવામાં આવી છે. આ ફેસ્ટિવલ શરુ થઈ ગયો હોવાનું મનાય છે. આમ છતાં સોમવારે આ ફેસ્ટિવલના આયોજકોએ પોતનું આયોજન રદ કરી દીધું હોવાનું ગાણું ગાયું હતુ. જો કે, તે પછી ડ્રોન કેમેરામાં કેદ થયેલી તસવીરે આયોજકોના દાવાને ખોટો પાડ્યો છે.
ડ્રોનના માધ્યમથી જે તસવીરો બહાર આવી છે તેમાં મેદાનમાં લગાવવામાં આવેલા ટેન્ટ અને કેમ્પમાં જોડાયેલા લોકો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ફેસ્ટિવલ સ્થળ ઉપર અનેક કપલ્સ ભાગ લેવા જઈ રહ્યા હોવાનું ઈમેજીસમાં જણાય છે. ચાર દિવસ ચાલનારા ફેસ્ટિવલમાં અનેક પ્રકારની ઈવેન્ટ્સ યોજાનાર છે. અહીં કાર્યક્રમનો લાભ લેવા માટે કપલ્સને 21 હજારની તેની ટિકિટ ખરીદવી પડે છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં યૂકેમાં એક સ્થળે વધારેમાં વધારે 30 લોકોને ભેગા થવા મંજૂરી છે. આમ છતા આ ઈવેન્ટમાં 400થી લોકો સામેલ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ આયોજન ખુબ જ ગુપ્ત રીતે થતાં હજી સુધી પ્રશાસન તે સ્થળે પહોંચી શક્યું નથી. સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ સ્થળ પહેલાથી જ ખુબ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આ ઈવેન્ટમાં માત્ર પૌખ્ત વયના લોકો જ ભાગ લઈ શકે છે. જેમાં વેટ ટી-શર્ટ કોમ્પિટિશન અને અન્ય પણ કેટલીક ઉત્તેજક ગેમનું આયોજન થઈ રહ્યું છે. આ ઈવેન્ટમાં ભાગ લેનારા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ ઈવેન્ટની ટિકિટ લીધા પછી જ ગેસ્ટને લોકેશન જણાવવામાં આવ્યું હતું. હવે ચાર દિવસ સુધી અહિંયા અશ્લીલ ગેમ અને પૂલ પાર્ટીઝનું આયોજન આયોજકો દ્વારા કરાયું છે. કેમ્પમાં અંદર આવ્યા પહેલા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરતું તે પછી અહીં સોશિયલ ડિસ્ટન્સના નિયમનું છડેચોક ઉલ્લાંઘ કરાઈ રહ્યું છે. જેને કારણે આ ફેસ્ટિવલ કોરોના ફેલાવો વધારી શકે તેમ છે.