બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતને ઇન્ડસ્ટ્રીમાં પાવર કપલ તરીકે ઓળખવામાં આવે છે. બંનેને સાથે જોઈને શાહિદના ચાહકો ખૂબ જ ખુશ થતાં હોય છે. પરંતુ શાહિદ કપૂર પોતે તેની પત્ની મીરા રાજપૂતની એક આદતથી ઘણો નારાજ થયો હોવાનું સામે આવ્યું છે અને શાહિદે આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. શાહિદ કપૂરે હાલમાં જ મીરા રાજપૂતનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેને જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.
શાહિદ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ અભિનેતાઓ પૈકી એક છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેની પત્નીને કંઇક બતાવી રહ્યો છે. આ વીડિયોમાં મીરા રાજપૂત ફોનમાં અતિ વ્યસ્ત હોય એવું જોવા મળી રહ્યું છે. આ વીડિયો શેર કરતા શાહિદે લખ્યું કે મીરાએ ફોન સાથે લગ્ન કર્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મીરા તેના પતિ શાહિદ પર કોઈ ધ્યાન નથી આપી રહી અને તે માત્ર ફોન ચલાવવામાં વ્યસ્ત છે. શાહિદના આ વીડિયો પર મીરા રાજપૂતે કોમેન્ટ આપી છે. તેણે લખ્યું છે કે હવે ચાલો સોફા પર લગ્ન કરીએ.
મીરા રાજપૂત ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ પાવર કપલ 7 જુલાઈ 2015ના રોજ એકબીજા થવાના સોગંધ લીધાં હતા. મીરા રાજપૂત અને શાહિદ કપૂરનો પરિવાર પહેલેથી જ એકબીજાને ઓળખતો હતો. ઉલ્લેખનીય છે કે મીરા રાજપૂત શાહિદ કપૂર કરતા લગભગ 14 વર્ષ નાની છે. મીરા રાજપૂતના લગ્ન થયા ત્યારે તે માત્ર 21 વર્ષની હતી. મીરાએ તેનો પ્રારંભિક અભ્યાસ વસંત વેલી સ્કૂલમાંથી પૂર્ણ કર્યો હતો. તેણે સંયુક્ત રાષ્ટ્રમાં ઈન્ટર્નશિપ પણ કરી છે.