ટાટા કન્સલ્ટન્સી સર્વિસની માર્કેટ કેપ 11 લાખ કરોડને આંબી ગઈ છે. એક વર્ષમાં તેની શેરની કિંમતમાં 36 ટકાના વધારાને કારણે આ શક્ય બન્યું છે.
આ સાથે જ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ભારતની બીજી સૌથી મોટી કંપની બની છે.
TCSના શેરની બાયબેક ઓફર 1 જાન્યુઆરી સુધી ખુલ્લી રાખવાની જાહેરાત થઈ છે. કંપની પ્રતિ શેર 3000 રૂા.ની કિંમતે 16 હજાર કરોડના શેર રોકાણકારોને બાયબેક કરી રહી છે. નવેમ્બરમાં TCSના શેરહોલ્ડર્સે કંપનીના 5.3 કરોડ શેર્સ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ બાયબેક ઓફરમાં કંપની 1 રૂપિયા ફેસ વેલ્યુવાળા શેરને 3000 રૂપિયામાં ખરીદી રહી છે. કંપનીએ 5,33,33,333 ઈક્વિટી શેર ખરીદવા પણ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. ડિસેમ્બરમાં કંપનીના શેરમાં 28મી સુધીમાં 7 ટકાનો વધારો થયો હતો. નવેમ્બરમાં કંપનીએ Deutsche Bank પાસેથી Postbank Systems AGને હસ્તગત કરી હતી. તેનાથી કંપનીના મૂળ જર્મની સુધી પહોંચ્યા છે. સોમવારે TCS કંપનીના શેરમાં આવેલી તેજીને કારણે કંપનીને મોટો ફાયદો થયો હતો. જેમાં તેની માર્કેટ કેપ 11 લાખ કરોડ રૂપિયાને આંબી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે રિલાયન્સનું માર્કેટ કેપ 12 લાખ 75 હજાર કરોડ રૂપિયા છે. તેથી તે ભારતની કંપનીઓમાં અગ્રેસર છે. જયારે છેલ્લાં એક વર્ષમા TCSના શેરની કિંમતમાં 36 ટકાના ઉછાળા સાથે હેવે તેની માર્કેટ કેપ 11 લાખ કરોડને આંબી જતાં આ કંપની દેશની બીજા નંબરની વેલ્યુએબલ કંપની બની છે.
સોમવારે સ્ટોક માર્કેટમાં TCSના શેરમાં 1.3 ટકા વધારો થયો હતો. પરિણામે શેરની કિંમત 2,948 રૂપિયાએ પહોંચી ગઈ હતી. અલબત, કારોબારના અંતે કંપનીના શેર 0.78%ની તેજી સાથે 2932.10 પર બંધ રહ્યા હતા. 2020માં TCSના શેરની કિંમતમાં અત્યાર સુધીમાં 36 ટકાનો વધારો નોંધાયો છે. શેરબજારમાં IT સ્ટોક્સમાં આવેલી તેજી Wipro અને Infosys દ્વારા જર્મનીમાં મોટી ડીલ હાંસલ કર્યા બાદ આવી છે. Wiproના શેર 0.21 ટકાની તેજી સાથે 383 રૂપિયાના ભાવે બંધ થયા હતા. Infosysના શેરમાં 0.30ની તેજી હતી અને તે 1240.10 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.