બોલીવુડ અને ટીવી સીરીયલ કલાકારો અનેક વખત ગ્લેમરસ લુક આપીને કે અજુગતી હરકત કરીને પ્રચાર માધ્યોમા ચમકવાનો પ્રયાસ કરતા હોય છે. ભારતમાં હવે આ બાબત સામાન્ય થઈ રહી છે. કોઈ એક્ટ્રેસ પોતોના બોલ્ડ લુકના ફોટો કે વીડિયો શેર કરે અને દેશમાં તેની ચર્ચા થવા માંડે છે. હાલમાં જાણીતી એક્ટ્રેસ શ્રુતિ હાસન ચર્ચામાં આવી છે. આમ તો તે ઘણીવખત તેના બૉયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે જોવા મળી છે. પરંતુ આ વખતે ચર્ચાનું કારણે શ્રૃતિ હાસનની હરકત છે. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોગ્રાફ્સમાં એક્ટ્રેસ શ્રુતિ હાસન તેના બોયફ્રેન્ડને ચુંબન કરતી નજરે પડે છે.
હકીકતમાં શ્રૃતિ હાસન ગત અઠવાડિયે તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા રામ અને શાંતનુ હજારિકા સાથે મુંબઈમાં ગ્રોસરી શોપિંગ માટે ગઈ હતી. આ દરમિયાન શ્રુતિ હાસને સુપર માર્કેટમાં તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા રામને આલિંગન કર્યું હતુ. જયારે આ સમયે જ તેનો બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા ભેગો થતાં તેણીએ તેને જાહેરમાં જ ચુંબન ચોડી દીધું હતુ. ફોટોગ્રાફ્સમાં આ દ્રશ્ય સમયે તે બંને એક જ માસ્કમાં જોવા મળી રહ્યા છે. શ્રુતિ હાસન અને શાંતનુ હજારિકા છેલ્લા કેટલાંક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ બંને સાથે રહે છે. મળતી વિગતો મુજબ શ્રુતિ હાસને 2009માં આવેલી ફિલ્મ ‘લક’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘દિલ તો બચ્ચા હે જી’, ‘રમૈયા વસ્તાવૈયા’, ‘ડી-ડે’, ‘ગબ્બર ઈઝ બેક’, ‘વેલકમ બેક’, ‘રોકી હેન્ડસમ’, ‘બહેન હોગી તેરી’, ‘દેવી’, ‘યારા’, ‘ધ પાવર’ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. ભારતીય સિનેમાના દિગ્ગજ એક્ટર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસનની ઉંમર 35 વર્ષ છે. તેની બહેન અક્ષરા હાસન પણ એક્ટ્રેસ છે.
શ્રુતિ હાસન અને શાંતનુ હજારિકા છેલ્લા કેટલાંક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ બંને સાથે રહે છે! શ્રુતિ હાસને એક પ્રોજેક્ટનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. જો કે, આ વિશે તેણે હજુ સુધી કોઈને જાણકારી શેર કરી નથી. દરમિયાન શનિવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાંક ફોટોગ્રાફ્સ તેણે પોતે જ શેર કર્યા હતા. જે ફોટોગ્રાફ્સમાં શ્રુતિ હાસને તેના બોયફ્રેન્ડને કીસ કરતા દ્રશ્યો કંડારાયા હતા. હાલ આ ફોટો અને શ્રૃતિની હરકત સમગ્ર બોલીવુડ જગત અને તેના ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.