જૈન ધર્મમાં દીક્ષાનું મહત્ત્વ રહેલું છે. એવામાં ૬ પરિવારોના તમામ સભ્યો એક સાથે દીક્ષા લેશે. આજના મહૂર્ત પ્રદાનના લાભાર્થીઓમાં ચંપાબેન ભીખાલાલ મહેતા ભોરોલતીર્થના ગુણવંતભાઈ અને મીનાબેન ૪ દીકરીઓને અગાઉ દીક્ષા આપી હવે ૧૭ વરસના એકના એક દીકરા વિમલ સાથે સંસારત્યાગ નો નિર્ધાર કરી રહ્યાં છે. સુરતના વિપુલભાઈ બે દીકરા તથા ધર્મપત્ની સાથે, સુરતના જેતડાવાળા અશોકભાઇ સજોડે એકના એક દીકરા પરમ સાથે,કચ્છી વિરેન્દ્રભાઇ સજોડે અગાઉ બે નાની દિકરીઓને દીક્ષા આપી ને તથા પાલડી ના ભરતભાઇ.પોતાના ૪ સંતાનોને પૂર્વે દીક્ષા આપી હતી. હવે સજોડે નીકળી રહ્યાં છે. મુંબઇ ના લલિતભાઇ સજોડે એકના એક દિકરા માનવ અને બે દીકરી સંગ પાંચ પરિવારજનો સંયમનો માર્ગ ગ્રહણ કરશે.
મુંબઇ ની એ પી દલાલ કંપનીમાં ૩૨ વરસથી પ્રેક્ટિસ કરતા સીએ અમીષભાઇ દલાલ, ભાવનગરના ૨૪ વરસ ના સિવિલ એન્જીનીયર કરણકુમાર તથા સુરતના ફીઝીયોથેરાપીસ્ટ ડોક્ટર ભવ્યાકુમારી ,પોતાના ગુરુયોગે જેમ સીએ ની ડીગ્રી ત્યાગેલી તેમ ભૌતિક ડીગ્રી છોડી આત્મકલ્યાણની સાચી ડીગ્રી લેવા તરફ પ્રયાણ કરશે. સુરતના અતિ ટેલેન્ટેડ , નાનકડા રાજકુમારો બે સગાભાઇ ૭ વરસનો મેઘકુવર તથા 10 વર્ષનો વીરકુવર દીક્ષા લેવા સિંહની જેમ ગર્જના કરી રહ્યો છે. મુંબઇના પરિવારના મોભી ૭૦ વસના ભાભરતીર્થના ચીનુભાઇ તથા રૈયા ના દિનેશભાઈ દીક્ષા લેશે. તો સુરતનો ૧૨ વરસ નો રીધમ સંયમ ની રીધમ માંડશે. સુરત હીરાબજારના ધનાઢય વેપારીઓ સંજયભાઈ સણવાલ નો યુવરાજ જેવો દીકરો મન તથા કુમારભાઈ કોઠારી ની દિકરી આંગી દોમદોમ સાહ્યબી છોડી જગતને સાચા ત્યાગ નો સંદેશ આપશે.
એ જ રીતે અમદાવાદના ભંડારી પરિવારના ભવ્ય તથા વિશ્વાભાઇ બેન ની જોડી, સાન્ચોર ના ધનાઢ્ય કાનુન્ગો પરિવાર ના દિકરી રેખાબેન,હાડેચા ના અંગારા પરિવારની હિતાન્શી તથા દિવ્યા તથા કરિશ્મા સગી બેનો, ભાભરતીર્થ ની નિરાલી તથા દ્રષ્ટિ સગી બેનો દીક્ષા લેશે. ભાભરતીર્થ ના સુરતમાં રહેતા સંઘવી પરિવારના એકના એક દીકરો સંયમ,સુરતના સીએના સ્ટુડન્ટ શૈલ,વિનીત તથા ગ્રીશા ભાઈ બેન ની જોડી, અંશ,કુશાન,શ્રેયાન્સ જેવા નવયુવાનો.. રીચા,શ્રેયા,ઊર્વિ,દર્શી,આજ્ઞા..જેવી પ્રતિભાવંત યુવતીઓ સંયમના શણગાર સજશે.
જેમની લોજીકલ જિન વચન વાણીથી સેંકડો વૈરાગી બની રહ્યા છે તેવા દીક્ષાધર્મ મહાનાયક ગુરુ યોગતિલકસૂરિશ્વરજી ની વૈરાગી વાણીનો જાદૂ ફરી છવાયો છે અને સૂરિરામ તથા સૂરિશાન્તિ ના આશિષ ફળી રહ્યાં છે.. ધર્મનગરી સુરત નો ઇતિહાસ ખુદ પ્રતીક્ષા કરી રહ્યો છે કે કેટલા સિંહસંતાનો સંયમ ની ગર્જના અને ત્યાગની ત્રાડથી દીક્ષા ધર્મનો જયકાર કરશે? પણ એ વાત ચોક્કસ છે કે ધર્મનગરી સુરતના આંગણે જ્યા 77 દીક્ષા થઈ હતી તેજ વેસુના બલર હાઉસ અધ્યાત્મ નગરીમાં દીક્ષા ધર્મ નો સદીઓ સુધી ન ભૂલાય તેવો અધ્યાત્મનો અદ્ભૂત આયામ સર્જાશે