પહેલી માર્ચથી આખા દેશમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરાયું છે. જો તમારા વાહન પર ફાસ્ટેગ લગાડવામાં આવ્યું નહીં હોય તો તમારે ટોલ પ્લાઝા પર બમણો ટેક્સ ભરવો પડશે. જો કે એ રીતે હવે સરકાર તમારી પાસેથી ટોલ ટેક્સ સીધો જ વસુલ કરી લેશે. એ આંકડો નાનો સુનો નહીં હોય એક જ દિવસમાં સરકારને આખા દેશમાં એટલી મોટી કમાણી થશે કે એ આંકડો જાણીને તમારી આંખ આશ્ચર્યથી પહોળી થઇ જશે. પહેલી માર્ચથી ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાયું છે. હજુ ઘણા વાહનો ફાસ્ટેગ વિનાના હશે એ નક્કી છે, ત્યારે એવા વાહનોએ ટોલ પ્લાઝા પર બમણો ટેક્સ ભરવો પડશે. જો કે એ બમણા ટેક્સથી બચવા માટે એક સુવિધા અપાઇ છે કે ટોલ પ્લાઝા બહાર એક સ્ટોલ શરૂ કરાયો છે, જ્યાંથી તમે ફાસ્ટેગ ગણતરીના સમયમાં મળી જશે. એ રીતે તમે બમણો ટેક્સ ભરવાથી બચી શકો એમ છે. જો કે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગથી ટોલ ટેક્સ ભરવાથી સરકારની તિજોરીમાં મોટી રકમ જમા થશે એમાં કોઇ શંકા નથી. તમે કોઇ પ્રવાસ કરો તો તમારે 300 થી 400 કિલોમીટરના પ્રવાસમાં હજારેક રૂપિયા ટેક્સ ભરવો પડે, તે તમને ઓછો લાગે એવું બની શકે. પરંતુ એ ટેક્સ દેશભરમાંથી સરકારની તિજોરીમાં ઠલવાય ત્યારે એ આંકડો બહુ મોટો થઇ જાય છે. એ આંકડો એટલો મોટો થઇ જાય કે તમારી આંખ ફાટી જઇ શકે એમ છે.
એક જ દિવસમાં ફાસ્ટેગથી સરકારની તિજોરીમાં જમા થતો ટોલ ટેક્સ 100 કરોડ થી વધુ છે ! નેશનલ હાઇ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટ્વીટર હેન્ડલ પર અપાયેલી માહિતી મુજબ 24મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં દેશભરમાં કુલ 64.5 લાખ વાહનો ટોલ પ્લાઝામાંથી પસાર થયા હતા. એ દ્વારા ટોલ ટેક્સ પેટે આ વાહનોએ 103.94 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. અત્યાર સુધીમાં ટોલ ટેક્સ પર એક જ દિવસમાં જમા થયેલો સૌથી મોટો ટોલ ટેક્સ છે. સરકારે પહેલી માર્ચ સુધીમાં ફાસ્ટેગ ફ્રીમાં આપ્યા હતા. એ માટે વાહન માલિકે વાહનની આર.સી.બુક અને વાહનના માલિકનો એક ફોટો અને અન્ય જરૂરી સરકારી દસ્તાવેજો આપવાના રહેતા હતા. એ ઝૂંબેશથી બાકી રહેલા વાહનચાલકોએ પણ ફાસ્ટેગ લગાવી દીધો છે. યાદ રહે કે ટોલ પ્લાઝાની શરૂઆત થઇ ત્યારથી વાહનોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે અને મેન્યુઅલી રૂપિયા લેવા અને રસીદ આપવામાં ઘણો સમય નીકળી જતો હોવાને કારણે ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સમસ્યા પેદા થતી હતી. હવે ફાસ્ટેગ આવી જવાને કારણે વાહનોમાંથી ફાસ્ટેગને કારણે ટેક્સ આપોઆપ કપાઇ જતો હોવાને કારણે વાહનોએ ટોલ પ્લાઝા પર રોકાવું પડતું નથી અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા નાબૂદ થઇ ગઇ છે.