વિરાટ કોહલીએ હવે ટેસ્ટ કેપ્ટન શીપ પણ છોડી દીધી છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી 1-2થી ગુમાવ્યા બાદ તેનો નિર્ણય આવ્યો હતો. આ પહેલા કોહલીએ T20 અને ODIની પણ કેપ્ટનશિપ છોડી દીધી હતી. કોહલીના હવે ટેસ્ટ કેપ્ટનશિપ છોડવા પર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીનું નિવેદન આવ્યું છે. તેમણે આ મામલે ટ્વિટ કર્યું. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા કોહલીએ ટી20 અને વનડેની કેપ્ટનશીપને લઈને બીસીસીઆઈના દાવાને ફગાવી દીધો હતો અને ત્યારથી કેપ્ટનશિપને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
હવે ગાંગુલીએ કોહલી માટે લખ્યું કે વિરાટની કપ્તાનીમાં ભારતીય ટીમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. વિરાટનું આ પગલું તેનો અંગત નિર્ણય છે અને BCCI તેના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે. ભવિષ્યમાં ટીમને નવી ઊંચાઈએ લઈ જવા માટે તે ટીમનો મહત્વનો સભ્ય બની રહેશે. એક મહાન ખેલાડી. ખૂબ સરસ વિરાટ. T20 વર્લ્ડ કપમાં ભારતના અભિયાનના અંત સાથે, કોહલીએ આ ફોર્મેટની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા જતા પહેલા તેની પાસેથી ODIની કેપ્ટનશિપ પણ લેવામાં આવી હતી. જેના પર ભારે હોબાળો થયો હતો.
બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે તેમણે કોહલીને ટી-20 કેપ્ટનશિપ ન છોડવા કહ્યું હતું, જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ આ વાતને નકારી કાઢી હતી. કોહલીએ કહ્યું કે આ મામલે કોઈની સાથે વાત કરવામાં આવી નથી. કોહલીએ એમ પણ કહ્યું કે દક્ષિણ આફ્રિકા સામે ટીમની પસંદગી કરતા થોડા સમય પહેલા જ તેને વનડેની કેપ્ટનશીપ પણ કહેવામાં આવી હતી. આ મામલા પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે બોર્ડ અને કોહલી વચ્ચે ઓલ ઈઝ વેલ નથી.