ભારે જહેમત બાદ પંગારબારી રેંજના વન વિભાગ ના કર્મીઓ દ્વારા દ્વારા દીપડીને સહી સલામત રીતે બહાર કાઢી ઉગારી લેવાઇ. વલસાડ જિલ્લાના 108 ગામ સહીત ફોરેસ્ટ વિસ્તાર તરીકે જાણીતા ધરમપુર તાલુકા વિસ્તારમાં છેલ્લા કેટલાક ગામોમાં દીપડા- દીપડી નજરે ચડ્યા છે ને કેટલાકને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામા સફળ રહ્યા છે જ્યારે વધુ એક બનાવવામાં ધરમપુર તાલુકાના મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ વિસ્તાર એવા મધુરી ગામમાં નિવાસ્થાન ધરાવતા એક ઘર પાસે મરઘાનો શિકાર કરવા માટે આવેલ બે વર્ષની દીપડી કુવામાં ગરકાવ થઈ જવા પામી હતી.
જે ઘટના અંગે પંગારબારી આર એફ ઓ હીનાબેન પટેલ ને જાણ થતા ત્વરિત પણે ફોરેસ્ટ કર્મીઓને ઘટના સ્થળે મોકલી તજવીજ હાથ ધરાતા રેસ્ક્યુની કામગીરી બાદ સફળતાપૂર્વક દીપડીને સહી સલામત રીતે બહાર કાઢી ઉગારી લેવામાં આવી હતી જોકે પશુ વિભાગના ચિકિત્સક પાસે તપાસ કરાવી દીપડી સ્વસ્થ હોવાનું જણાઇ આવતા દીપડીને વન વિભાગ દ્વારા જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી