જિલ્લા ચૂંટણી સહ અધિકારી તરીકે શ્રી જીતેશભાઈ પટેલ,શ્રી ગણેશભાઈ બિરારીએ નિભાવી જવાબદારી
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ આદરણીય શ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રતનાકરજી, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડ ની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા મુખ્ય કાર્યાલય “શ્રી કમલમ” ખાતે વલસાડ જિલ્લા ના ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, જિલ્લા ચૂંટણી સહ અધિકારી શ્રી જીતેશભાઈ પટેલ,શ્રી ગણેશભાઈ બિરારી સમક્ષ જીલ્લા ભાજપ પ્રમુખ પદ માટે વિવિધ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના બંધારણીય નિયમો મુજબ તેમના ઉમેદવારી પત્રો ભરી રજૂ કર્યા હતા,જિલ્લા ના ચૂંટણી અધિકારી, જિલ્લા સહ ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમના ફોર્મ ની ચકાસણી કરી તેમની રજૂઆતો સાંભળી ઉમેદવારી પત્રો સ્વીકાર્યા હતા