• Mon. Nov 4th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ધરમપુર RSS દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું.

ધરમપુર તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં શિસ્તબધ્ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. પથ સંચલન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં શિસ્તબધ્ધ,ગણવેશધારી સ્વયંસેવકોનાં વ્યાયામ યોગ અને સામૂહિક સમતા જેવા શારીરિક કાર્યક્રમો થયા હતા. કાર્યક્રમનાં ભાગરૂપે અતિથિ અને સ્વયંસેવકો દ્વારા શસ્ત્રપૂજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટનાં ચેરમેનશ્રી ડો.દોલતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એમના દ્વારા પ્રેરક ઉદબોધન અપાયું હતું. ત્યાર બાદ મુખ્ય વક્તવ્ય RSS વલસાડ જિલ્લા મા.સંઘચાલક શ્રી આનંદભાઈ પીનપૂટકર દ્વારા આપવામાં આવ્યું હતું. ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા, અંતે “માં ભારતી” ને પરમ વૈભવ લઈ જવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.