તંત્રએ બપોરે બહાર ન નીકળવાની આપી સૂચના, ઠંડા પદાર્થીઓના ઉપયોગ પર ભાર
વલસાડ જિલ્લામાં ગરમીનો કહેર યથાવત્ છે. સમગ્ર જિલ્લામાં તાપમાનનો પારો ચઢતો જ રહ્યો છે અને આજે આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. ખાસ કરીને ધરમપુરમાં તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચતાં લોકો પરેશાન થયા છે.
તાલુકાવાર મહત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ):
- ધરમપુર: 37°C
- કપરાડા: 36°C
- વાપી: 35°C
- પારડી: 34°C
- વલસાડ: 34°C
- ઉમરગામ: 34°C
લઘુત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ):
- કપરાડા: 22°C
- ધરમપુર: 24°C
- પારડી: 25°C
- વાપી: 25°C
- વલસાડ: 26°C
- ઉમરગામ: 26°C
જિલ્લામાં ગઈકાલની સરખામણીમાં સરેરાશ 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન તીવ્ર ગરમી અનુભવાઈ છે.
તંત્ર દ્વારા આરોગ્ય માટે સૂચનાઓ:
વહીવટી તંત્રએ લોકોમાંથી બિનજરૂરી રીતે બપોરે 12થી 5 વાગ્યા વચ્ચે બહાર ન નીકળવાની અપીલ કરી છે. સાથે જ, સૂતરાઉ કપડાં પહેરવા, વધુમાં વધુ પાણી પીવા અને ઠંડા પીણાં જેમ કે છાશ, લીંબુ પાણી, લસ્સી અને ORS વાળું પાણી લેવાની સલાહ આપવામાં આવી છે.
પશુપાલકો માટે ખાસ અનુરોધ:
મૂંગા પશુઓ અને પક્ષીઓ માટે પાણીની તેટલી જ જરૂર છે. તંત્રએ પશુપાલકોને તેમના માટે પાણી અને છાયાની યોગ્ય વ્યવસ્થા રાખવાની અપીલ પણ કરી છે.
દરિયાકાંઠા વિસ્તારને થોડી રાહત:
વલસાડ તાલુકો દરિયા કિનારે આવેલો હોવાને કારણે ત્યાંની ગરમીમાં અન્ય તાલુકાઓની તુલનામાં થોડી રાહત નોંધાઈ છે.