નવસારી જિલ્લાના ગણદેવીમાં દેવસર ગામ નજીક આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગ લાગતાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. કેમિકલ બેરલ ટ્રકમાંથી ખાલી કરવામાં આવી રહ્યા હતા એ દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અનેક લોકો ગોડાઉનમાં ફસાયા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ તો આ આગમાં 3 લોકોનાં મોત થયા હોવાની વિગતો મળી રહી છે.
આગ લાગવાના સમાચાર મળતાં જ બીલીમોરા, ચીખલી, નવસારી, ગણદેવીનો ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ હજુ પણ વિકરાળ બને તેવી સંભાવના જોવામાં આવી રહી છે. જો કે ગોડાઉનમાં હાલ કેટલા લોકો ફસાયા છે તે અંગે કોઇ માહિતી મળી શકી નથી.