• Sun. Apr 20th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ માટે તેજશ પટેલ હોટ ફેવરિટ પણ બકુલ જોશીની અંદેખી ભાજપ સંગઠનને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં દેખાશે તેવી કાર્યકરતોમાં ચર્ચા

વલસાડ તાલુકા ભાજપ સંગઠનમાં પણ ધારાસભ્ય ભરત પટેલ પોતાના મિત્રો કરતાં દુશ્મનો વધારી ભાજપ સંગઠનને નબળું પાડવા જ તેજસ પટેલને આગળ કરી રહ્યા હોવાનો કાર્યકર્તાઓમાં ગણગણાટ : એક ચર્ચા મુજબ સક્ષમ દાવેદારને દબાવવા પાછળનો તેમનો મનસૂબો શું તે તો તેઓ જ જાણે

ધારાસભ્ય ભરત પટેલ પોતાના કહ્યામાં રહે તેવા પણ કાર્યકર્તાઓમાં ખાસ ઉકાળી ન શકનાર તેજસ પટેલ પટેલનું નામ આગળ કરી રહ્યા છે પણ બકુલ જોશી તાલુકામાં હિન્દુ નેતા તરીકેની છાપ અને હિન્દુઓમાં લોકપ્રિય નામ છે તેમણે સાઈડ ટ્રેક કરવા પણ ભાજપએ વિચારવું પડશે

તાલુકા ભાજપમાં ચાલતી ચર્ચા પ્રમાણે તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે બકુલ જોશી બાદ મીત પટેલ સક્ષમ દાવેદાર છે પણ ધારાસભ્ય ભારત પટેલના દબાણમાં તેઓ પણ તેજશને આગળ કરી રહ્યા છે ત્યારે મોવડી મંડળે પણ આ બાબતે મક્કમતથી સેન્સ લઈ નિર્ણય કરવો પડશે

હવે વલસાડ તાલુકા પ્રમુખ પદના રેસની વાત કરીએ તો દાવેદાર ઓછા છે પણ નામ મોટા હોય પ્રમુખ પદની રેસ ખુબજ જ રસપ્રદ બની છે. વલસાડ તાલુકા પ્રમુખ પદ માટે સૌથી મોટું નામ તો ભાગડાવડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને વલસાડ હિન્દુ આગેવાનોમાં મોટું નામ ધરાવનાર બકુલ પ્રભુલાલ જોશીનું છે. બકુલભાઈ જોશી આમ તો અનેક વિવાદોમાં ઘેરાયા છે. પરંતુ હિન્દુ સંગઠનોમાં બકુલભાઈ જોશીની પકડ વલસાડના અન્ય રાજકીય નેતાઓ કરતા વધુ સારી પકડ છે અને યુવાઓ વચ્ચે લોકપ્રિય નામ છે. હાં.. એ વાત અલગ છે કે સ્થાનિક સ્વરાજની તાલુકા – જિલ્લા પંચાયત ચૂંટણીમાં બકુલભાઈ જોશી અને ભાગડાવડા ધર્મેશ પટેલ ભાજપથી છોડો ફાડી અપક્ષ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. તેમજ મોટી વાત તો એ છે કે બકુલ જોશીના ગઢ એવા હાઉસિંગ બોર્ડમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલની રેલીને અટકાવવામાં આવી હતી.

તે બાદ એવું માનવામાં આવે છે કે બકુલભાઈ જોશીની લોકપ્રિયતા અને સ્થાનિકો વચ્ચે તેમની પકડ એટલી મજબૂત છે કે તેઓ એક ધારાસભ્યને તેમના વિધાનસભા ક્ષેત્ર અને ધારાસભ્યના પોતાના નિવાસસ્થાન થી ફક્ત 4-5 કિલોમીટરના અંતરે હોય તો પણ ચૂંટણી પ્રચારની રેલી અટકાવવી પડે છે. જેના કારણે બકુલ જોશીનું કદ વલસાડના રાજકારણમાં ખુબજ વધી ગયું હતું. તેમજ વલસાડમાં દર વર્ષે રામ નવમીના દીને તેમજ અન્ય હિન્દુ ધર્મ પ્રસંગ હોય જેમાં રેલીનું આયોજન કે અન્ય કોઈ કાર્યક્રમ કરવું હોય તો બકુલભાઈ જોશી સૌથી આગળ હોય છે. અને મોટી વાત તો એ છે કે તેઓમાં કાર્યકર્તા એકત્ર કરવાની સારી એવી આવડત છે. બકુલ જોશી સામે અન્ય બે નામાંકિત ઉમેદવાર છે. જે પૈકી એક તિથલ ગામના તેજસ પટેલ છે જે ધારાસભ્ય ભરતભાઈ પટેલના ખાસ વ્યક્તિ તરીકે ઓળખાય છે. બાકી અન્ય કોઇ વધુ ખાસિયત તેજસ પટેલમાં ન હોવાનું ભાજપ પક્ષના જ કાર્યકરોમાં ચર્ચાય રહ્યું છે.

તેજસ પટેલને વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ પટેલનું સમર્થન હોય તેઓ પ્રમુખ પદની દાવેદારીમાં આગળ છે પરંતુ પક્ષના પાયાના કાર્યકરો તેમના નામે સંમતિ દર્શાવે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું. વલસાડ તાલુકા પ્રમુખ પદે અન્ય મોટું નામ હોય તો હાલના ભાજપ યુવા મોરચાના પ્રમુખ એવા મીત પટેલ જેઓ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સામાજિક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે ખુબજ સારી અને કુશળ કામગીરી થકી લોકચર્ચામાં રહે છે. વલસાડ તાલુકા ભાજપ સાથે જોડાયેલ મોટું યુવા વર્ગ એવું માને છે કે મીત પટેલને વલસાડ તાલુકા પ્રમુખ પદે પ્રમોશન આપવામાં આવશે તો ભાજપ પક્ષને યુવા કાર્યકરોમાં ઘણી ઉર્જા મળશે. તેમજ એક યુવા પ્રમુખ મળશે જેના થકી વલસાડના ડુંગરી સહિત કાંઠા વિસ્તારમાં એક મજબૂત આગેવાન તરીકે લાંબા સમય સુધી કામ કરી શકશે.

જોકે હવે એ તો આવનાર સમયમાં જે સેન્સ પ્રક્રિયા શરૂ થશે ત્યાર બાદ કાર્યકરોનું અભિપ્રાય લઈ બાદ નક્કી થશે કે પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે. આમ તો, વલસાડ જિલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. રાજેશ દેસાઈને એક નિષ્પક્ષ અને પ્રમાણિક ચૂંટણી અધિકારી માનવામાં આવે છે. પરંતુ હાલ છેલ્લા કેટલાક સમયથી તેમની સાથે લગાતાર વલસાડના ધારાસભ્ય બનવાના સપના જોનારા જીતેશ પટેલ સાથે જ હોય છે. દરેક કાર્યક્રમ મિટિંગોમાં હરહંમેશ જીતેશ પટેલ અને રાજેશ દેસાઈ સાથે જોવા મળતા સ્થાનિક કાર્યકરોમાં પ્રમુખની નિમણૂક નિષ્પક્ષ થશે કે કેમ તે અંગે ભારે ચર્ચા શરૂ થઈ છે. જો કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠન પ્રમુખની નિમણૂક કેવી રીતે કરે અને કેવા લોકો ને પ્રમુખ તરીકે નીમે છે તે જોવાનું રહ્યું.