સ્ટેટ હાઇવેનુ લેવલ વૈષ્ણવ નગરી સોસાયટી કરતાં 3 ફૂટ ઊંચું હોવાથી રસ્તાનું પાણી સોસાયટીમાં આવતું હોવાનું જાણવા છતાં એક અતિ ઉત્સાહી યુવાન દ્વારા એક પ્લોટધારક પાસે પૈસા પડાવવાના બદઈરાદાના કારણે તેને બાનમાં લેવાનો પ્રયાસો શરૂ કરી પૈસા પડાવવા ધંધો કર્યાની ચર્ચા : વહીવટીતંત્ર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી
કથિત બિલ્ડર દ્વારા પત્રકારોને ઓથો બનાવી આર્કિટેકને બદનામ કરવાના પ્રયાસોનો ખેલ ઊંધો વળી જતાં હવે કથિત બિલ્ડર અઘવાયો બન્યો હોવાની ચર્ચા
વલસાડ, બુધવાર : વલસાડ તાલુકાના પારનેરા પારડી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વૈષ્ણવનગરી સોસાયટીમાં છેલ્લા મહિનામાં બિલ્ડરની માનવસર્જિત ભૂલ (હકીકતમાં આ મહાશય બિલ્ડર નહીં પણ પોતે સોસાયટીનો ટોપી હોય તેમ વર્તી અન્ય સોસાયટીના રહીશોને ભરમાવી પૈસાનો ખેલ કરી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે) ના કારણે પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સોસાયટીના રહીશોએ ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો તેમ છતાં બિલ્ડર દ્વારા પોતાની ભૂલ ઢાંકવા બીજાના માથે દોષનો ટોપલો નાંખી આ પૈસા પડાવવાનો ખેલ રમાઈ રહ્યો હોય સોસાયટીની નામચીન ટોપીની મેલી મુરાદ હોવાનું લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના પારનેરા પારડી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વૈષ્ણવ નગરી સોસાયટીમાં ભારે વરસાદને કારણે હાલમાં પાણી ભરાતા સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને સોસાયટીના કેટલાક સભ્યો એકબીજા પર દોષારોપણ શરૂ કરી એક પ્લોટધારકને ભિંસમાં લેવાનો અને તેને માનસિક હેરાન કરવાનું શરૂ કર્યું હોય તેના વિરુદ્ધ ગ્રામ પંચાયત કચેરીમાં ફરિયાદ કરી હતી. પરંતુ આ ફરિયાદ બાદ કેટલાક જાણકારોનું માનવું છે કે જે હદે આ વર્ષે વરસાદ પડ્યો હતો અને સોસાયટીમાં આ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાયા હતા.
બીજું કે સોસાયટીના પ્રવેશદ્વાર પાસે બિલ્ડર દ્વારા જે પાઇપ નાંખવામાં આવ્યા હતા તેના માપ અને આજુબાજના પાઈપોની સાઇઝમાં ખાસ્સો ફેરફાર હોય પાણીનો નિકાલ થયો ન હતો અને જેના કારણે પાણી ભરાઈ ગયું હતું. હકીકતમાં તો આ સમસ્યાનું મુખ્ય કારણ સ્ટેટ હાઇવે થી વૈષ્ણવ નગરી સોસાયટી તરફ જતા રસ્તા પર એંટ્રી પાસે બિલ્ડર દ્વારા નાના પાઇપો નાખવામાં આવ્યા છે અને સરકાર દ્વારા મોટું નાળુ નાખવામા આવ્યું છે જેથી ત્યાં બોટલ નેક બની જાય છે અને આ પાઇપો માંથી પાણીનું યોગ્ય નિકાલ થતું ન હોય સોસાયટીમાં પાણી ભરાય જતું હોય છે.
બીજું કારણ એ કે સ્ટેટ હાઇવેનુ લેવલ વૈષ્ણવ નગરી સોસાયટી કરતાં 3 ફૂટ ઊંચું છે જેથી રસ્તાનું પાણી પણ સોસાયટીમા આવે છે પરતું એક ચર્ચા પ્રમાણે સોસાયટીના એક અતિ ઉત્સાહી નવયુવાન દ્વારા એક પ્લોટધારક પાસે પૈસા પડાવવાના બદઈરાદાના કારણે એક પ્લોટ ધારકને બાનમાં લેવાનો પ્રયાસો શરૂ કર્યા હતા અને ગમે તે રીતે એ પ્લોટધારકને હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને એ પ્લોટ ધારકને હેરાન કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે પણ વહીવટીતંત્ર યોગ્ય રહે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે.
બીજી એક ચાલતી ચર્ચા મુજબ કથિત કહેવાતા બિલ્ડર દ્વારા પાણી ભરાયાના દિવસે સ્થળના ફોટો પાડી વિવિધ પત્રકારોને મોકલી રહ્યો હતો પરંતુ આ બિલ્ડરની માનસિકતા સમજનાર પત્રકારો વાતમાં આવ્યા નહોતા અને તેની નોંધ લીધી ન હતી. અને કેટલાક પત્રકારોમાં ચાલતી ચર્ચા પ્રમાણે અખબારમાં આવી રીતે માહિતીઓ આપી આ કથિત બિલ્ડર બ્લેકમેલ કરવાની યોજના પર પાણી ફેરવાઇ ગયું હતું. આ સિવાય વલસાડના એક ધનિક દ્વારા પાછળના વિસ્તારમાં તાજેતરમાં ખરીદવામાં આવેલી જમીનમાં થયેલ પૂરાણ પણ ચર્ચાનો વિષય બન્યો હતો જેથી પાણીના નિકાલમા અવરોધ ઉભો થયો હતો પરંતુ આ બાબત નજર સામે દેખાતી ન હોવાથી દબાઈ ગઈ હતી.
આર્કિટેકના પ્લોટમાં સોસાયટીના બિલ્ડરો દ્વારા જ દબાણ છતાં આર્કિટેકને દબાવવા પાછળનો મનસૂબો શું?
વલસાડ, બુધવાર : વલસાડ વૈષ્ણવનગરી સોસાયટી ખાતે આવેલ પ્લોટ પૈકી એક આર્કિટેકના પ્લોટ પર કહેવાતા બિલ્ડર દ્વારા બનાવાયેલ ગેરકાયદેસર પ્રોજેક્ટમાં 6 ફૂટ જેટલી જગ્યા દબાણ કરી પચાવી પાડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે તેમ છતાં આર્કિટેક દ્વારા આ મુદ્દે કોઈ માથાકૂટ કરવામાં આવી ન હતી તેમ છતાં સોસાયટીના કેટલાક તત્વો દ્વારા આ આર્કિટેકને ખોટી રીતે માનસિક હેરાનગતિ કરવામાં આવી રહ્યા ચોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે હવે આ કહેવાતા બિલ્ડર દ્વારા આર્કિટેકના પ્લોટમાં કરાયેલ 6 ફૂટના ગેરકાયદેસર દબાણ અંગે પણ આગામી દિવસોમાં મુદ્દો ગરમાશે તેમ લાગી રહ્યું છે.
બિલ્ડરે પોતે માત્ર પંચાયત પાસિંગના જોરે બિલ્ડિંગ બનાવી છે અને ટાઉન પ્લાનિંગ નું કોઈ પાસિંગ ન હોવા છતાં દાદાગીરી કરી રહ્યો હોવાનું માલુમ પડયું છે. બિલ્ડિંગ ના કેન્ટિલીવર બાલ્કની પણ રસ્તા પર બાંધી દીધા હોવા છતાં કોના જોરે આટલી દાદાગીરી કરે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.