બીલીમોરા ખાતે પોલીસવાનનો સ્ટંટમાં ઉપયોગ કરવાનું ભારે પડ્યું:જિલ્લા પોલીસ દ્વારા શુ લેવામાં આવ્યા પગલાં?
બીલીમોરા સોમનાથ મંદિરના પરિસરમાં કેટલાક યુવાનો દ્વારા સરકારી પોલીસ વાનનો ઉપયોગ કરી ડાન્સના સ્ટંટ કરતો વીડિઓ અંગેના અહેવાલો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા જ જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય અચાનક એકશન મોડમાં આવી જઇ ગયા હતા. અને નવસારીના બીલીમોરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને પોલીસ કર્મીઓની મદળગારીથી સરકારી પોલીસ વાનનો ગેરકાયદેસર ઉપયોગ કરી ડાન્સનો સ્ટંટ કરતો વિડીયો બનાવવા મામલે વીડિયો વાયરલ થતા જ તંત્ર હરકતમાં આવ્યું છે.
આ મામલે નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયએ આ ઘટનામાં ફરજમાં બેદરકારી બદલ ત્રણ પોલીસ જવાનોમાં કોન્સ્ટેબલ હિરેન પટેલ, ડ્રાયવર ધર્મેશ પાટીલ, અને પોલીસ કર્મી પવન ભોયા વિરુદ્ધ કાર્યવાહીનકરી તેઓને ફરજ પર નિષ્કાળજી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતા પોલીસ આલમમાં ચકચાર મચી જવા પામી છે.
તો સાથોસાથ વિડિયો બનાવનાર ગૌરવ પટેલ નામના યુવક સહિત ચાર યુવાનોને પણ ધરપકડ કરી આઇટી એક્ટ મુજબ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
વિડિયો બનાવનાર સહિત ત્રણ યુવાનોની પણ અટકાયત કરી. વિડીયો ગઈકાલે બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર ના કેમ્પસમાં બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.