દુનિયામાં છેલ્લાં એક દાયકામાં એનરોઈડ મોબાઈલ ફોન સાથે ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. વિકાશીલ દેશોમાં તો જે તે દેશની વસ્તીના 50 ટકા કરતા વધુ લોકો પાસે આ નવા અત્યાધુનિક ફોન થઈ ગયા છે. ટચસ્ક્રીનની સુવિધા બાદ હવે સંશોધકોએ નવો જ ચમત્કાર સર્જ્યો છે. હવે તમે તમારા ફોનની સ્ક્રીનને ટચ કરશો એટલે તમારો ફોન ચાર્જ થવા માંડશે. આ વાંચીને તમને આશ્ચર્ય લાગશે પરંતુ સંશોધકોએ હાલ આ દાવો કર્યો છે. સુતા સમયે ડિવાઈસને પહેર્યા પછી પરસેવાથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જેનાથી મોબાઈલ અને સ્માર્ટવોચ ચાર્જ કરી શકાશે. 10 કલાક તમે આ ડિવાઈસ પહેરશો તો તમારો ફોન કે સ્માર્ટવોચ 24 કલાક ચાલે એટલું ચાર્જીંગ કરી શકશો.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે તેઓએ એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જેને તમારી આંગળીઓમાં પહેર્યા બાદ તમે તમારો મોબાઈલ ફોન ચાર્જ કરી શકશો. અમેરિકાના કેલિફોર્નિયામાં બનાવાયેલા આ ડિવાઈસમાં તમારી આંગળીમાં થતા પરસેવામાંથી વીજળી ઉત્પન્ન થઈ શકે છે. આ ડિવાઈસ સૈનડિએગોની કેલિફોર્નિયા યૂનિવર્સિટીની ટીમે તૈયાર કર્યું છે. આ ટીમે કહ્યું હતુ કે, કેટલાય સમયથી ગ્રાહકોની ફરિયાદો હતી કે, ફોનનો બેટરી બેકઅપ ઓછો છે. ઉપરાંત અનેકવખત ચાર્જ કરવા માટે પુરતો સમય મળતો નથી. તેથી આ સમસ્યાના નિરાકરણ માટે અમારી ટીમ પ્રયાસ કરી રહી હતી. અંતે અમે એવા ડિવાઈસને તૈયારી કર્યું છે જે તમારી આ સમસ્યાનો ઉકેલ લાવી દેશે. આ ડિવાઈસને આંગળીમાં પહેરી શકાય છે. સુતા સમયે પરસેવાથી વીજળી ઉત્પન્ન થશે. ત્રણ સપ્તાહ સતત પહેર્યા પછી આ સ્માર્ટફોનને ચાર્જ કરી શકશે. તેની ક્ષમતા જલદીથી વધે આશા છે. આ ડિવાઈસમાં એક પતલી પટ્ટી મુકવામાં છે જેને પ્લાસ્ટરની જેમ આંગળીઓમાં ચારે બાજુ પહેરી શકાશે. કાર્બન ફોમ ઈલેક્ટ્રોડના પરસેવાને સેકીને તેને વીજળીમાં રૃપાંતરિત કરશે.