સોશિયલ મીડિયાના આ યુગમાં અનેકવાર ચોંકાવનારા કિસ્સા બહાર આવતા હોય છે. હાલમાં દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તાર એવા ડાંગથી મળેલા એક સમાચારમાં તરુણ અને તરુણી માતા પિતા બની ગયા છે. છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ફિલ્મી કલ્ચરને કારણે તરુણ તરુણીઓ શારીરિક સબંધ બાંધવા માટે ખચકાઈ રહ્યા નથી. કેટલીક વાર આવા કિસ્સામાં પોલીસ પ્રોસ્કો સહિતની કલમો નોંધીને ગુનો નોંધે છે. પરંતુ આરોપી સગીરવયનો હોય, તેની સામે ખાસ કોઈ પગલા લઈ શકાતા નથી. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં બનેલી એક ઘટનામાં 14 વર્ષના તરુણ અને તરુણી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ દરમિયાન તે બંને વારંવાર શારીરિક સંબંધ બાંધતા હતા. આ સિલસિલો ચાલુ રહેતા કિશોરીને ગર્ભ રહી ગયો હતો. જોકે, તેઓ અને તેઓના પરિવારની અજ્ઞાનતા કે પછી અભણ હોવાને કારણે સગીરાના ઉદરમાં તે ગર્ભ ઉછરતો રહ્યો હતો. દરમિયાન પરિવારને જાણ થતાં બંનેના પરિજનોએ પણ લગ્ન કરવા મંજૂરી આપી હતી. હાલમાં તે સગીરાએ એક બાળકને જન્મ આપતાં પોલીસે બાળકના પિતા સામે પોક્સોનો ગુનો નોંધ્યો હતો.
આહવા તાલુકામાં બનેલી આ ઘટનામાં કિશોર અને કિશોરી બંનેની ઉંમર 14-14 વર્ષની છે. કિશોરી થોડા વર્ષો પહેલા નજીકના ગામમાં શેરડી કાપવા જતી હતી. આ દરમિયાન તેને એક કિશોર સાથે આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ કિશોર-કિશોરીએ પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધ બાંધી દીધો હતો. તેથી તેને ગર્ભ રહી ગયો હતો. ગત અઠવાડિયે જ કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. તેથી હોસ્પિટલના સંચાલકોએ ઘટનાની જાણ તરત જ પોલીસને કરી હતી. ડાંગ જિલ્લામાં પોલીસ માટે આ ઘટના ગંભીર હોય, પોલીસે તરત જ હરકતમાં આવીને તરુણના માતા પિતા સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે 14 વર્ષીય કિશોર સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.