વડોદરા ભાજપના યુવા મોરચાના આગેવાનો જુગાર રમતા ઝડપાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાને લીધે હાલ પાર્ટીમાં ખળભળાટ મચી ઉઠ્યો છે. વડોદરા પોલીસે તમામને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે તમામ જુગારીઓની અટકાયત પણ કરી છે. જે સ્થળે આ જુગારધામ ચાલી રહ્યું હતું ત્યાંથી ભાજપના યુવા મોરચાના મંત્રી રૂસાંત શાહ પણ જુગાર રમતા ઝડપાયા હોવાની માહિતી મળી રહી છે. રુસાંત શાહનું નામ સામા આવ્યા બાદ પાર્ટીમાં હડકંપ મચી ઉઠ્યો છે. પોલીસને જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી અને તેને આધારે પોલીસે રેઇડ કરી ત્યારે સ્થળ પર પોલીસને રંગે હાથ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના અમિતનગર વિસ્તારમાં વામા ડુપ્લેક્ષમાં આ હાઇ પ્રોફાઇલ જુગારધામ ચાલી રહ્યું હતું, જે મામલે કોઇકે પોલીસને બાતમી આપી હતી. બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી ત્યારે 11 લોકો રંગેહાથ જુગાર રમતા ઝડપાયા. જેથી પોલીસે તે દરેકની અટકાયત કરી સાથેજ પોલીસે કુલ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ રેઇડ બાદ પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે તે દરેક લોકો રંગેહાથ જુગાર રમતા ઝડપાયા જેમા ભાજપ યુવા મોરચાના મંત્રી રૂસાંત શાહ પણ શામેલ છે.