• Wed. Jan 22nd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ડી ગુકેશ ચેસનો નવો વર્લ્ડ ચેમ્પિયન બન્યો, સૌથી નાની ઉંમરે ટાઇટલ જીત્યું; 14મી ગેમમાં ચીનના ખેલાડીને હરાવ્યો

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024 ભારતનો ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024માં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો. 18 વર્ષીય ખેલાડીએ 14મી ગેમમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. વિશ્વનાથન આનંદ પછી ચેસમાં વિશ્વ ચેમ્પિયન બનનાર તે બીજો ભારતીય ખેલાડી બન્યો. મેચમાં લિરેનની એક ભૂલે સમગ્ર પરિસ્થિતિને ઊંધી પાડી દીધી.

https://twitter.com/anandmahindra/status/1867207995031183656

ડી ગુકેશે ચેસની દુનિયામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ 12 ડિસેમ્બર, ગુરુવારે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની નિર્ણાયક 14મી રમતમાં ડીંગ લિરેનને હરાવીને સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો હતો. 18 વર્ષની ઉંમરે, ગુકેશ વિશ્વનાથન આનંદ પછી ચેસમાં વિશ્વ ચેમ્પિયન બનનાર બીજો ભારતીય ખેલાડી બન્યો.

ડિંગ મેચને ટાઈબ્રેકરમાં લઈ જવા માંગતો હતો, પરંતુ અંતે ગુકેશને જીતવાની યુક્તિ મળી ગઈ. ગુકેશ 18મો વર્લ્ડ ચેમ્પિયન બન્યો અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો. ગુકેશે 14મી ગેમમાં ચીનના ડીંગ લિરેનને 7.5-6.5થી હરાવ્યો હતો. અગાઉ 13મી ગેમ ડ્રો રહી હતી. ગુકેશે 3જી, 11મી અને 14મી ગેમ જીતી હતી. જ્યારે, લીરેને પ્રથમ અને 12મી ગેમ જીતી હતી. બાકીની તમામ મેચ ડ્રો રહી હતી.

ડી ગુકેશ ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. ગુકેશ પહેલા વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યો હતો. ગુકેશ અગાઉ 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી ચૂક્યો હતો. ત્યારબાદ તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો.

ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશનના 138 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું જ્યારે બે એશિયન ખેલાડીઓ એકબીજાનો સામનો કરી રહ્યા હતા. ડી ગુકેશને વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવા બદલ રૂ. 20.86 કરોડ (US$2.5 મિલિયન) મળશે.