ગુજરાતમાં ચાલતા કતલખાનાની પ્રવૃતિઓ ઉપર આગામી જૈનોના પર્યુષણ પર્વ દરમિયાન બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. પહેલા સરકારના આદેશમાં 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી બંધ રાખવા અનુરોધ કરાયો હતો પરંતુ હવે નવા આદેશ મુજબ ગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ પર્વની ઉજવણી થવાની હોવાથી કતલખાનાં બંધ રાખવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન એટલે કે 3 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર દરમ્યાન નગર પાલિકા મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલ ખાના બંધ રાખવા અનુરોધ કર્યો છે.

રાજ્યમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આગામી 3 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મટનનો ધંધો કરનારા બુચર્સ તથા દુકાનોને બંધ રાખવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ દિવસોમાં પર્યુષણના ધાર્મિક તહેવારોને કારણે ધાર્મિક લાગણીઓ ના દુભાય તે માટે આ અનુરોધ કરવામાં આવ્યો છે.