તેલંગાણાના વારંગલમાં ચોરીની અનોખી રીત સામે આવી છે. વારંગલ શહેરમાં ઘરની સામે પાર્ક કરેલી કાર પરોઢિયે ગુમ થઈ ગઈ હતી. કારના માલિકે અહીં-ત્યાં શોધખોળ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં અને અંતે પોલીસનો સંપર્ક કર્યો.
પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ક્રેન લઈને આવેલા ચોર કાર લઈ ગયા હતા. બાદમાં પોલીસને ખબર પડી કે આ કારને ભંગારમાં ફેરવીને ભંગારની દુકાનમાં વેચવામાં આવી હતી. આ ઘટના વારંગલ શહેરના મુલુગુ રોડ પર હનુમાન જંકશન પર બની હતી. આ લૂંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક સફેદ કારને ક્રેન વડે ઉંચકીને લઈ ગયા હતા.
ADVERTISEMENT