પરપ્રાંતીયોની વસ્તીથી ઉભરાતા સુરતમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. ઘોડદોડ રોડના જ્વેલરીના શો-રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા અલથાણના યુવકે મંગળવારે પત્નીને બજારમાં મોકલી આપી હતી. જે બાદ તેણે મોબાઈલ ફોનમાં રેખાનાં બીજાં લગ્ન કરાવી દેજો, બસ એટલી ઈચ્છા છે, એવી સ્યુસાઈડ નોટ લખી ફાંસો ખાઈ લીધો હતો. મૃતક કપિલના ભાઈ અનિલના જણાવ્યા મુજબ ફાંસો ખાતા પહેલાં કપિલે મોબાઈલ ફોનમાં સ્યુસાઈડ નોટ લખી છે. જેમાં તેણે તેની પત્ની રેખાના બીજા લગ્ન કરાવી દેજો, બસ એટલી ઈચ્છા છે તેમ લખ્યું હતુ.
આ સાથે જ અંતિમ પગલું ભરવા પાછળ તેણે પૈસાની રિકવરી થતી નથી. કોઈનો કોઈ વાંક નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતી. ઘટનાની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનના નાગોરનો વતની અને 25 વર્ષીય કપિલ સંતોષ તિવારી તેની પત્ની રેખા અને પાંચ વર્ષીય પુત્રી સાથે અલથાણાના સ્વસ્તિક પાર્કમાં રહેતો હતો. ઘોડદોડ રોડના જ્વેલરી શો-રૂમમાં નોકરી કરીને તે પરિવારનું ગુજરાત ચલાવતો હતો. મંગળવારે કપિલે તેની પત્ની રેખાને બજારમાં મોકલી હતી. ત્યારબાદ તેણે ઘરમાં ફાંસો ખાઈને જીવતર ટુંકાવી લીધું હતુ. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ ઘરે ધસી જઈને તેની પંખા પરથી નીચે ઉતાર્યો હતો. જે બાદ તેને સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો. જયાં તબીબોએ તપાસ કરીને કપિલને મૃતચ જાહેર કર્યો હતો. ઘટના અંગે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.